ફેસબુકના કર્મચારીઓ જુલાઈ 2021 સુધી કરી શકશે વર્ક ફ્રોમ હોમ; ઘરે ઓફિસની જરૂરિયાતો પૂરી કરવા એમ્પ્લોઇઝને 75 હજાર રૂપિયા પણ મળશે

ફેસબુકના કર્મચારીઓ જુલાઈ 2021 સુધી કરી શકશે વર્ક ફ્રોમ હોમ; ઘરે ઓફિસની જરૂરિયાતો પૂરી કરવા એમ્પ્લોઇઝને 75 હજાર રૂપિયા પણ મળશેકોવિડ -19 મહામારીમાં મોટાભાગની કંપનીઓએ તેના કર્મચારીઓને ઘરેથી કામ એટલે વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી છે. આ કંપનીઓમાં ફેસબુકનો પણ સમાવેશ થાય છે. દિગ્ગજ કંપની ફેસબુકે પણ જુલાઈ 2021 સુધી પોતાના તમામ સ્ટાફને વર્ક ફ્રેમ હોમની છૂટ આપી છે. એટલું જ નહિ, ફેસબુક તરફથી તેની ટીમને 1 હજાર ડોલર એટલે કે 75 હજાર રૂપિયાની મદદ પણ કરવામાં આવશે. જેથી તે ઘરમાં ઓફિસ સંબંધિત કામની તૈયાર કરી શકે. ફેસબુક પહેલા ગૂગલ અને ટ્વિટરે પણ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની પરવાનગી આપી છે.

જુલાઈ 2021 સુધી વર્ક ફ્રોમ હોમનો નિર્ણય

કંપનીના પ્રવક્તા નનેકા નોર્વિલે પોતાના નિવેદનમાં કહ્યું કે, હેલ્થ એક્સપર્ટ્સ અને સરકારના નિષ્ણાતોની સલાહ અને કંપનીમાં ચર્ચા-વિચારણા પછી અમે નિર્ણય લીધો છે કે, કર્મચારીઓ જુલાઈ, 2021 સુધી તેમની મરજીથી ઘરથી કામ કરી શકશે.ઉપરાંત અમે તેમની હોમ ઓફિસની જરૂરિયાતો માટે 1 હજાર ડોલરની રકમ પણ આપીએ છીએ.

48 હજાર કર્મચારીઓ માર્ચથી ઘરેથી કામ કરે છે

ફેસબુકના કુલ 48 હજાર કર્મચારીઓ માર્ચથી ઘરેથી કામ કરી રહ્યા છે. કંપનીએ પહેલા વર્ક ફ્રોમ હોમને વર્ષના અંત સુધી વધારવાની જાહેરાત કરી હતી.ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે કંપની આગામી 5થી 10 વર્ષમાં અર્ધા કર્મચારીઓને સ્થિર રૂપે વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપી શકે છે.

જ્યાં 2 મહિનાથી કોરોના કેસ નથી, ત્યાં ઓફિસ ખુલશે

ફેસબુક સરકારની ગાઈડલાઇન્સ અનુસાર અમુક જગ્યાએ મર્યાદિત ક્ષમતામાં ઓફિસ ખોલી રહ્યું છે. આ એવી જગ્યાઓ છે જ્યાં 2 મહિનાથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.હાલમાં ફેસબુકે અમેરિકા અને લેટિન અમેરિકામાં આ વર્ષોના અંત સુધીમાં ઓફિસ ન ખોલવાનો નિર્ણય કર્યો છે.

માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 100 બિલિયન ડોલરથી વધુ

માર્ક ઝુકરબર્ગની નેટવર્થ ગુરુવારે પહેલીવાર 100 બિલિયન ડોલરના રેકોર્ડ પર પહોંચી છે. તાજેતરમાં જ ફેસબુકની ઇંસ્ટાગ્રામે ટિકટોકના વિકલ્પમાં રીલ લોંચ કરી છે. તેને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે.

ગૂગલ કરી ચૂક્યું છે જાહેરાત

ગૂગલે ગયા મહિને જ કહ્યું કે તે 2 લાખ કર્મચારીઓને આવતા વર્ષના મધ્ય સુધી ઘરેથી કામ કરવાની પરવાનગી આપી રહ્યું છે.ગૂગલ દ્વારા પહેલા કર્મચારીઓના ઓફિસમાં પાછા ફરવા માટે જાન્યુઆરી 2021નો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

કંપનીએ કહ્યું કે, હેલ્થ એક્સપર્ટ્સ, સરકારના નિષ્ણાતોની સલાહ અને કંપનીમાં ચર્ચા-વિચારણા પછી અમે આ નિર્ણય લીધો છે.