ફ્લોરિડાની મહિલાએ પાર્કિમાં ઉભા ઉભા જ દીકરીને જન્મ આપ્યો, દાઇયણે સ્ફૂર્તિ દર્શાવીને બાળકને પકડી લીધું




સાઉથ ફ્લોરિડામાં રહેતી ગર્ભવતી મહિલા સુજૈન એન્ડરસને પતિ સાથે ડિલીવરી માટે મેડિકલ સેન્ટર જઇ રહી હતી. પરંતુ તે મેડિકલ સેન્ટર પહોંચે તે પહેલા જ લેબર પેન શરૂ થઇ ગયું હતું. તેના લીધે પાર્કિમાં જ ડિલીવરી થઇ હતી અને સુજૈને એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. બન્ને મા-દીકરી અત્યારે સ્વસ્થ છે. સમગ્ર ઘટના સેન્ટરના ડોરબેલ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

સુજૈન કહે છે કે કારમાં સેન્ટર જતી વખતે વારંવાર મને એહસાસ થતો હતો કે મારી અંદર વિકસિત થઇ રહેલા બાળકને દુનિયામાં લાવવા માટે મારે હિંમત રાખવી પડશે. પરિસ્થિતિ ખરાબ થઇ તો પણ મેં હિંમતથી એ કામ કરી બતાવ્યું.

ચહેરા પર માસ્ક હતા
નેચરલ બર્થવર્ક્સ બર્થ સેન્ટરમાં કામ કરનાર મિડ વાઇફ (દાઇયણ) લોબૈના અને સુજૈનના પતિ જોસેફ ડિલીવરી સમયે સુજૈનની સાથે જ હતા. તેમણે સુજૈનની મદદ કરી. જોસેફ અને લોબૈનાએ કોરોના વાયરસ ઇન્ફેક્શનથી બચાવ માટે ચહેરા પર માસ્ક પહેરી રાખ્યા હતા.


સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું
જે સમયે સુજૈનની ડિલીવરી થઇ રહી હતી ત્યારે પાસે ઉભેલા બે પોલીસ કર્મચારી પણ તેમને જોઇ રહ્યા હતા. જોકે તેમણે કોવિડ-19 ઇન્ફેક્શનથી બચાવ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું અને તેઓ કપલ પાસે ન આવ્યા. સુજૈને દીકરીને જન્મ આપ્યો. આ યુગલે તે બાળકીનું નામ જુલિયા રાખ્યું છે.

પહેલી ડિલીવરી નોર્મલ થઇ હતી
સુજૈન કહે છે કે મારી પહેલી ડિલીવરી નોર્મલ થઇ હતી. પહેલા બાળકને જન્મ આપવામા મને લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો. પરંતુ બીજા બાળકનો જન્મ આવી રીતે થશે તે મેં ક્યારેય વિચાર્યું ન હતું. જ્યારે સુજૈન સેન્ટર જઇ રહી હતી ત્યારે લોબૈનાએ ડિલીવરી માટે પૂરતી તૈયારી કરી લીધી હતી.

જન્મ આપીને તરત બાળકીને હાથમાં લીધી
લોબૈનાએ સુજૈન માટે એક રૂમ તૈયાર કરી લીધો હતો. તેણે હાથમાં ગ્લવ્ઝ પણ પહેરી રાખ્યા હતા. તેને એ વાતની બિલકુલ આશંકા ન હતી કે સુજૈનની ડિલીવરી આ રીતે રસ્તા પર જ થઇ જશે. લોબૈનાએ ડિલીવરી સમયે સુજૈનની મદદ કરી. તેણે જન્મ થતા જ બાળકીને હાથમાં લઇને સ્વચ્છ કપડામાં લપેટી નાખી હતી.









A Florida woman gave birth to a baby girl while standing in a park.