સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં આ અઠવાડિયે ફિલ્મમેકર તથા ધર્મા પ્રોડક્શનના માલિક કરન જોહરની પૂછપરછ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ મુંબઈ પોલીસના નામે આ ટ્વીટ કરી હતી. સૂત્રોના મતે પોલીસે કરન જોહર પાસેથી ફિલ્મ ‘ડ્રાઈવ’ની કોન્ટ્રાક્ટ કૉપી પણ માગી છે.
Filmmaker Karan Johar's (in file photo) statement will be recorded this week in the Sushant Singh Rajput case: Mumbai Police pic.twitter.com/YvhIRlF9Hm
— ANI (@ANI) July 27, 2020કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર સવાલ કર્યો હતો આ કેસમાં હજી સુધી પોલીસે કરન જોહરની પૂછપરછ કરી નહોતી અને આથી જ કંગનાની ટીમે શનિવાર (25 જુલાઈ)ના રોજ ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકારને આડેહાથ લીધી હતી. કંગનાની ટીમે કહ્યું હતું, પોલીસ તેમને ક્યારેય બોલાવશે નહીં કારણ કે તે આદિત્ય ઠાકરેના બેસ્ટ ફ્રેન્ડ છે. આ તેમની સરકાર છે અને તેમણે કંગનાનાં ઈન્ટરવ્યૂ પહેલાં જ આ કેસ બંધ કરી દીધો હતો. આ એ વાતનો પુરાવો છે કે તેઓ પોતાના મિત્રોને બચાવી રહ્યા છે.
They won’t call him because he is best friend of @AUThackeray. It’s their government and they shut this case before Kangana’s interview, it’s evident they are protecting their friends.. https://t.co/MOAXUbogFw
— Team Kangana Ranaut (@KanganaTeam) July 25, 2020કંગના સુશાંતના અવસાન બાદથી જ કરન જોહર પર આક્રોશ વ્યક્ત કરી રહી છે. કંગનાએ કરન જોહર પર આક્ષેપ કર્યો છે કે તે નેપોટિઝ્મને પ્રોત્સાહન આપે છે. આ જ કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી. આટલું જ નહીં કંગનાએ એવો પણ દાવો કર્યો છે કે કરને જાણી જોઈને પોતાની ફિલ્મ ‘ડ્રાઈવ’ને થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરી હતી અને સુશાંતને ફ્લોપ સ્ટાર સાબિત કરવાનો તથા તેની કરિયર બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કરનની પૂછપરછ થશે તેવા સંકેતો આપ્યા હતા રવિવાર (26 જુલાઈ)ના રોજ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે સુશાંત સુસાઈડ કેસમાં મહેશ ભટ્ટ તથા કરન જોહરના મેનેજરની પૂછપરછ કરવામાં આવશે. જો જરૂર પડી તો કરન જોહરને પણ પોલીસ સ્ટેશન આવવાનું કહેવામાં આવશે. જોકે, પોલીસે કરનના મેનેજરને નહીં પરંતુ ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાને 28 જુલાઈના રોજ પોલીસ સ્ટેશન હાજર થવાનું કહ્યું હતું.
Statements of 37 people recorded so far, Mahesh Bhatt to record his statement in a day or two. Summons sent to Kangana Ranaut to record her statement. Karan Johar's manager has been called, if needed,Johar will also be called:Maharashtra Home Minister on Sushant Singh Rajput case pic.twitter.com/HllpYbRuoz
— ANI (@ANI) July 26, 2020અનિલ દેશમુખના નિવેદન પર કંગના ભડકી હતી અનિલ દેશમુખે કરનના મેનેજરને પૂછપરછ માટે બોલાવવામાં આવશે તેમ કહ્યું ત્યારે કંગનાની ટીમે ટ્વિટર પર કહ્યું હતું, તો કરન જોહરના મેનેજરને સમન્સ મોકલવામાં આવ્યું છે પરંતુ આદિત્ય ઠાકરેના બેસ્ટ ફ્રેન્ડ કરન જોહરને બોલાવવામાં આવશે નહીં. મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂત હત્યાની તપાસનું નાટક બંધ કરી દેવું જોઈએ.
So Karan Johar’s manager is summoned but not @AUThackeray 's best friend @karanjohar !! @MumbaiPolice stop making a joke out of SSR murder investigations.https://t.co/iAQGJzLy2x
— Team Kangana Ranaut (@KanganaTeam) July 26, 2020Filmmaker Karan Johar to be questioned this week, police seek contract copy of Sushant's film 'Drive'