ફ્લાઈટ ઉડાન નહિ ભરે પણ પ્રવાસીઓને હવાઈ મુસાફરીનો અનુભવ કરાવશે, 7000 પ્રવાસીઓની અરજી આવી

ફ્લાઈટ ઉડાન નહિ ભરે પણ પ્રવાસીઓને હવાઈ મુસાફરીનો અનુભવ કરાવશે, 7000 પ્રવાસીઓની અરજી આવી



કોરોના વાઈરસને લીધે ઘણા દેશમાં હજુ પણ હવાઈ મુસાફરી પર પ્રતિબંધ છે. આ કપરા સમયમાં લોકોને પ્લેનમાં પ્રવાસનો અનુભવ કરાવવા માટે તાઈવાને ફેક ફ્લાઈટ પ્રોગ્રામ શરુ કર્યો છે. તાઈપેના સોન્ગશાન એરપોર્ટ પર ગુરુવારે પ્રથમવાર 60 લોકોએ આ અનુભવ લીધો. પ્રોગ્રામમાં સામેલ થનારા લોકોએ એરપોર્ટ પર જઈને ચેક ઇન કરવાનું રહેશે, પાસપોર્ટ અને ચેકિંગ કર્યા પછી તેમને બોર્ડિંગ પાસ મળશે. ત્યારબાદ તેઓ પ્લેનમાં બેસી શકશે, જે ઉડાન નહિ ભરે.

એરબસ A-330 પ્લેનમાં અટેન્ડન્ટસ પ્રવાસીઓ સાથે વાતચીત પણ કરે છે અને તેમની મદદ પણ કરે છે. પ્લેનની અંદર જ બ્રેકફાસ્ટ પણ આપવામાં આવે છે. પ્લેનમાં બેસવાનો અનુભવ લેવા માટે હેલ્થ સર્ટિફિકેટ ફરજીયાત બતાવવું પડશે. આ પ્રોગ્રામ એરપોર્ટ અધિકારીએ જુલાઈ મહિના માટે શરુ કર્યો છે. પ્રોગ્રામમાં સામેલ થવા માટે સ્થાનિક અને લોકડાઉનમાં ફસાયેલા આશરે 7હજાર પ્રવાસીઓએ અરજી કરી છે, જેમનું સિલેકશન ડ્રોની મદદથી કરવામાં આવશે.

38 વર્ષીય સિઆઓ ચુન વેઈએ જણાવ્યું કે, અમે દેશ છોડીને તો હાલ જઈ શકીએ તેમ નથી, પણ અનુભવ તો લઇ શકીએ છીએ. સિઆઓ તેમના દીકરાને લઈને ફેક ફલાઈટમાં બેઠા હતાં. 48 વર્ષીય સાઈએ કહ્યું કે, જ્યારે મહામારીનો સમય પૂરો થઇ જશે ત્યારે અમે દુનિયા ફરવા જઈ શકીશું અને તેની તૈયારી કરી રહ્યા હોઈએ તેવો જ આ અનુભવ છે.

સોન્ગશાન એરપોર્ટ પરથી ચીન અને જાપાન જવા ફલાઈટ ઉડાન ભરે છે. પ્રોગ્રામમાં સામેલ થવા એરપોર્ટ પર આવેલા લોકો ખુશખુશાલ દેખાયા હતા. ફલાઈટમાં સેલ્ફી પણ લીધી અને મજાક-મસ્તી સાથે નાસ્તાની મજા પણ માણી. લાંબા સમયથી ઘરમાં કેદ રહેલા લોકો જ્યારે બહાર નીકળ્યા ત્યારે તે બધાના ફેસ એક સ્મિત હતું અને ફેક ફેક ફ્લાઇટ પ્રોગ્રામનો હેતુ પણ આ જ છે.







Air Travel Ban News: Taiwan Airport Fake Flight Program Offers | Fake flight program started in Taiwan to make people feel air travel In Songshan