કોવિડ 19ના લેબ ટેસ્ટિંગ માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થા ICMR(ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા વિવિધ ફેરફારો સાથે વારંવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવી રહી છે. જેને પગલે ખાનગી લેબમાં ટેસ્ટ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ પાઠવવામાં આવી રહી છે. પરંતુ આજે તેમાં વધુ એક સુધારો કરવામાં આવ્યો છે. ICMRની ગાઈડલાઈનને પગલે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે બહાર પાડેલા પરિપત્ર અનુસાર તબીબોથી લઈ ફ્રન્ટલાઈન વર્કર્સ, કેન્સરના દર્દીઓ અને સગર્ભાઓ સહિતના વ્યક્તિઓ કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ ખાનગી કે સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે છૂટ આપવામાં આવી છે. જેના માટે ખાનગી તબીબોએ તેમજ લેબોરેટરીએ જે તે જિલ્લા-કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી-આરોગ્ય અધિકારીને ઈ-મેઈલ દ્વારા દર્દીઓની સમગ્ર વિગતોની જાણ કરવાની રહેશે.
મંજૂરી વિના કોણ કોણ કોરોના ટેસ્ટ કરાવી શકશે
સરકારી કે ખાનગી ફિઝિશિયન(MD)અથવા MBBS, તબીબ દ્વારા રીફર કરવામાં આવેલા કોવિડ 19ના લક્ષણો ધરાવતા અને રોગની શંકા વાળા દર્દીઓ. મેજર ઓપરેશનમાં પ્રિ-ઓપરેટિવ તેમજ ઈન્વેઝીવ પ્રોસિઝરની જરૂરિયાત વાળા દર્દીઓ. કેન્સરના દર્દી કે જેઓ કિમોથેરાપી, રેડિએશન થેરાપી લેતા હોય તેમજ હિમો ડાયાલિસિસ કરાવતા દર્દીઓ. સગર્ભા અવસ્થામાં પ્રસુતિ પહેલા EDD(એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી)ના છેલ્લા 5 દિવસમાં અથવા ઈમરજન્સીમાં સિઝેરિયન કરવાનું થાય તે અગાઉ કોવિડ 19 અંગેનો ટેસ્ટ જરૂર લાગે તો કરાવી શકશે. ફ્રન્ટલાઈન હેલ્થવર્કર જેવા કે તબીબો, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, ક્ષેત્રિય આરોગ્ય કર્મચારીઓ વગેરે.front line workers, cancer patients and pregnant women will be able to have corona tests without permission