Translate to...

ફેન્સનો આભાર વ્યક્ત કરી લખ્યું- હોસ્પિટલમાં અમુક પ્રતિબંધ, વધારે કઈ નહીં કહી શકું, સાડા સાત કલાકમાં બે વખત વિટ્ઠલ ભગવાનનો ફોટો શેર કર્યો




છેલ્લા 6 દિવસથી નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમિટ અમિતાભ બચ્ચને તેમના માટે પ્રાર્થના કરી રહેલ લોકોનો આભાર માન્યો છે. તેમણે આભાર માનવા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને બ્લોગ પર પોસ્ટ શેર કરી છે. તેમાં બિગ બીએ એવું પણ જણાવ્યું કે શું કામ તેઓ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરવા સિવાય વધારે કઈ કહી શકતા નથી.

T 3596 -I receive all your blessings and love and prayers for our well being .. on sms, on whatsapp, on insta on Blog .. and all possible social media ..my gratitude has no bounds ..Hospital protocol is restrictive, i cannot say more .. Love