દુનિયાની સૌથી મોટી આઈ ફોન ઉત્પાદક કંપની એપલે યુરોપિયન યુનિયન વિરુદ્ધ રેકોર્ડ 1.12 લાખ કરોડ રૂપિયા(13 બિલિયન યુરો) ટેક્સ સંબંધિત આઇરિશ બિલનો કેસ જીતી લીધો છે.
ઈયુની કોર્ટે એપલની તરફેણમાં ચુકાદો સંભળાવતા કહ્યું કે યુરોપિયન કમિશન આઈફોન નિર્માતા એપલ વિરુદ્ધ એ જણાવવામાં નિષ્ફળ રહ્યું છે કે કંપનીએ આયર્લેન્ડમાં ઓછો ટેક્સ ચૂકવ્યો હતો. 2016માં અમેરિકી કંપની એપલ પર અત્યાર સુધીની સૌથી મોટી ટેક્સ પેનલ્ટી લગાવાઈ હતી.
યુરોપિયન યુનિયને તેના એક આદેશમાં કહ્યું હતું કે એપલે આયર્લેન્ડમાં 11 વર્ષ સુધી ખૂબ જ ઓછો ટેક્સ ચૂકવ્યો. આમ કરવું યોગ્ય નથી. એટલા માટે તેણે 13 અબજ યુરો એટલે કે 1.12 લાખ કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે. તેમાં કહેવાયું હતું કે તેને પેનલ્ટી નહીં પણ ટેક્સ રિપેમેન્ટ તરીકે માનવામાં આવે.
Apple has won a 1.12 lakh crore tax case against the European Union