Translate to...

ફિઝિકલ ડિસ્ટન્સિંગ સાથે થિએટર ખોલવા માંગ કરવામાં આવી હતી, અનલોક-3માં સરકારે મંજૂરી ન આપી

ફિઝિકલ ડિસ્ટન્સિંગ સાથે થિએટર ખોલવા માંગ કરવામાં આવી હતી, અનલોક-3માં સરકારે મંજૂરી ન આપી




ગૃહ મંત્રાલયે બુધવારે અનલોક-3ની ગાઈડલાઈન રજૂ કરી છે. આ ગાઈડલાઈન પ્રમાણે મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિએટર્સ ચાલુ કરવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેના પર પ્રતિબંધ યથાવત રહેશે. સિનેમા ખોલવા માટે માલિકો તથા માહિતી પ્રસારણ મંત્રાલય વચ્ચે અનેક તબક્કાની બેઠકો યોજાઈ હતી. માહિતી પ્રસારણ મંત્રાલયે આ અંગે ગૃહ મંત્રાલયને એક દરખાસ્ત પણ મોકલી હતી. આ દરખાસ્તને મંજૂરી મળી ન હતી.

મંત્રાલય 25% ક્ષમતા સાથે સિનેમા હોલ ખોલવા ઈચ્છતા હતા સિનેમા હોલ માલિક 50% દર્શકો સાથે થિયેટર શરૂ કરવા માટે રાજી થઈ ગયા હતા. જોકે મંત્રાલય ઈચ્છતું હતું કે 25% સીટ સાથે સિનેમા હોલની શરૂઆત કરવામાં આવે. સિનેમા હોલ માલિકોને આ વખતે આશા હતી કે છૂટ મળશે. એટલા માટે સાફ-સફાઈનું કામ શરૂ થઈ ગયું હતું.

ફિક્કીએ મલ્ટીપ્લેક્સ, મેટ્રો અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાની ભલામણ કરી હતી ફિક્કીએ ભલામણ કરી હતી કે અનલોક-3માં સરકારે મલ્ટીપ્લેક્સ, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને મેટ્રો ચાલું કરવી જોઈએ. ફિક્કીએ કહ્યું હતું કે લોકડાઉનના કારણે મોટાપાયે બિઝનેસ અને રોજગારી પ્રભાવિત થઈ છે. એટલા માટે ફ્લાઈટ સેવા, રમત-ગમત અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં લાગેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનો સમય આવી ગયો છે.







આ ફોટો મુંબઈના એક સિનેમાનો છે. અહીં સાવચેતી દર્શાવતા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી, જે હવે નિર્થક સાબિત થઈ છે- ફાઈલ ફોટો