ફર્નિચર મુકવામાં મદદ કરતી વખતે ઘરમાં 30 ફૂટ ઊંડા કૂવામાં પડેલી વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો

ફર્નિચર મુકવામાં મદદ કરતી વખતે ઘરમાં 30 ફૂટ ઊંડા કૂવામાં પડેલી વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો



અમેરિકામાં નોર્થ કેરોલિનામાં આવેલા ગિલફોર્ડ શહેરમાં એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. મિત્રને ફર્નિચર મુકવામાં મદદ કરી રહેલી વ્યક્તિ 30 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ. આટલી ઊંડાઈએ પડ્યા હોવા છતાં તેને સમાન્ય ઈજા થઇ. આ આખી ઘટના ગિલફોર્ડ પોલીસે ફેસબુક પર શેર કરી છે.

પોલીસે પોસ્ટમાં લખ્યું છે કે, ક્રિસ્ટોફર ટાઉન તેના મિત્રને નવા ઘરમાં ફર્નિચર મુકવામાં મદદ કરી રહ્યો હતો ત્યાં તે જમીનથી આશરે 30 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો. ક્રિસ્ટોફર જે કૂવામાં પડ્યો હતો તે વર્ષ 1843થી મકાનની અંદર હતો, 1981માં ઘર રિનોવેશન કર્યું ત્યારે તેને લાકડીથી ઢાંકી દીધો હતો. આ જ કારણે ક્રિસ્ટોફરનું ધ્યાન ના ગયું અને તે પડી ગયો. જો કે, સમયસર ફાયર ડીપાર્ટમેન્ટ આવી જતા તેને 25 મિનિટથી મહેનત પછી બહાર કાઢી લીધો હતો. કૂવામાં થોડું પાણી પણ હતું અને ભયંકર અંધારું પણ હતું તેમ છતાં ક્રિસ્ટોફરને સામાન્ય ઈજા થઇ છે. તેનો ચમત્કારિક બચાવ થયો છે. હોસ્પિટલમાં ક્રિસ્ટોફરની તપાસ પણ થઇ તે હાલ એકદમ સ્વસ્થ છે.









US man miraculously survives fall into a 30ft deep well hidden beneath house