Translate to...

પોલીસ શૂટઆઉટથી માંડી વિકાસ એન્કાઉન્ટર સુધીનો મામલો કોઈ વેબ સીરિઝની સ્ક્રીપ્ટથી ઓછો નથી

પોલીસ શૂટઆઉટથી માંડી વિકાસ એન્કાઉન્ટર સુધીનો મામલો કોઈ વેબ સીરિઝની સ્ક્રીપ્ટથી ઓછો નથી1. સવાલો ઊભા કરતું એન્કાઉન્ટરઆજે પહેલા થોડી લાંબી વાત કરીએ તો.. છેલ્લા આઠ દિવસમાં કાનપુર, ફરીદાબાદ, ઉજ્જૈનથી માંડી ફરી કાનપુરમાં જે થયું, તે કોઈ ક્રાઈમ થ્રિલર વેબ સીરિઝની સ્ક્રીપ્ટથી ઓછું નથી.જે દિવસે વિકાસ દુબે અને તેના સાથીઓએ શૂટઆઉટમાં આઠ પોલીસકર્મીઓની હત્યા કરી હતી, એ જ દિવસથી ઉત્તરપ્રદેશમાં લોકો કહેવા લાગ્યા કે STF તેને નહીં છોડે. એન્કાઉન્ટર કરીને જ રહેશે. ત્યારપછી એક પછી એક એમ વિકાસના પાંચ સાથીઓનું એન્કાઉન્ટર કરી દીધું હતું. પેટર્ન લગભગ એક જેવી જ હતી.પછી વિકાસ દુબેએ બાજી પલટી દીધી. ફરીદાબાદથી ચાર રાજ્યોની પોલીસથી બચીને ઉજ્જૈન પહોંચી ગયો. રાત ત્યાં જ રોકાયો. સવારે ઉઠ્યો, ચા પીધી, દાઢી બનાવી અને મહાકાલના દર્શન કરવા માટે પહોંચી ગયો. અહીંયા સરળતાથી પોલીસે તેને ઝડપી લીધો. જેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, હવે એન્કાઉન્ટર તો નહીં થાય, ચાર્ટ પ્લેનની ચર્ચા વચ્ચે ઉત્તરપ્રદેશ STFએ વિકાસને બાય રોડ લઈ જવાનો નિર્ણય કર્યો.કાનપુરથી ઠીક પહેલા 10-11 ગાડીઓમાંથી એક ગાડી પલટી અને એ જ ગાડી પલટી, જેમાં વિકાસ બેઠો હતો. કદાચ તેને હાથકડી પણ નહી પહેરાવી હોય એટલે જ તો એણે પિસ્તોલ પણ છીનવી લીધી.ગાડી પલટી ગયા પછી તે કદાચ રિવર્સમાં ભાગવા લાગ્યો, એટલા માટે છાતી પર ત્રણ ત્રણ ગોળી વાગી. હાં, થોડા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. 10 કલાક પછી આવેલી ઉત્તરપ્રદેશ પોલીસની પ્રેસ નોટમાં કહેવાયું કે, રસ્તામાં ગાય ભેસનું ટોળું સામે આવી ગયું હતું. ડ્રાઈવરે અચાનક ગાડી વાળી દીધી, જેનાથી તે પલટાઈ ગઈ.

ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ / પોલીસે કહ્યું- 8 કલાક પૂછપરછ બાદ વિકાસને યૂપી STFને સોંપ્યો, ઉજ્જૈનમાં તેના પર કેસ દાખલ નથી થયો

હવે થોડી વાતો જે અમારા રિપોર્ટર્સે જણાવી..પહેલીઃ વિકાસે આ બધુ શા માટે કર્યું? જવાબ પણ જાણી લો. પુછપરછમાં વિકાસે જણાવ્યું કે, કાનપુરના DSP તેને લંગડો કહેતા હતા, એટલા માટે તેને વિચારી લીધું હતું કે બદલો તો લઈશ.બીજીઃ અંગત વાત એ છે કે શૂટઆઉટ પછી યુપી સરકાર અને પોલીસની બદનામી થઈ રહી હતી. STFએ નક્કી જ કર્યું હતું કે વિકાસ દુબેને મારવાનો જ છે.

2. વાત દાદા અને શાહરૂખનીઆ બે મોટા નામો વચ્ચેના વિવાદ સાથે જોડાયેલી વાત છે.એક છે દાદા એટલે કે સૌરવ ગાંગુલી. બીજા છે સુપરસ્ટાર એટલે કે શાહરૂખ ખાન. શાહરૂખ એક્ટર છે, દાદા ક્રિકેટર. દાદા જે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હતા, તેના માલિક શાહરૂખ હતા. ગાંગુલીએ કેપ્ટનશીપ છોડ્યાના 9 વર્ષ પછી એક નિવેદન આપ્યું છે કે, શાહરૂખે મારા પછી કેપ્ટન બનેલા ગૌતમ ગંભીરને કહ્યું હતું કે આ તારી ટીમ છે અને હું દખલગીરી નહીં કરું. મેં પણ શાહરૂખ પાસે 2008માં આ જ માંગ કરી હતી કે ટીમ મારી પર છોડી જો, પણ મારી સાથે આવું નહોતું થયું.3. શરતો સાથે ટુરિઝમવીકએન્ડ છે, તો વાત ફરવાની કરી લઈએ.. કોરોનાના ફેલાવાના કારણે સૌથી સારુ તો તમે ક્યાંય બહાર જવાનું ટાળો.ઘણા રાજ્યોમાં રવિવારના દિવસે ટોટલ લોકડાઉન લગાવી દેવાયું છે. તેમ છતા ક્યાંય જવાનું વિચારી રહ્યા છો તો એ જાણી લોકે સૌથી વધુ ટુરિસ્ટ વાળા રાજ્ય રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ, ગોવામાં એન્ટ્રી સરળ નથી. અહીંયા જતા પહેલા કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે, કર્ણાટકે ઘણા ટુરિઝમ પ્લેસ ખોલી દીધા છે, પરંતુ તમે તમારા જિલ્લમાં ફરી શકશો. બીજા જિલ્લામાં ફરવા નહીં જઈ શકો. બીજા રાજ્યમાંથી પણ ટુરિસ્ટ નહીં આવી શકે.

શરતો સાથે ટૂરિઝમ /કોરોના નેગેટિવ હશે તો જ ડોમેસ્ટિક ટૂરિસ્ટ ઉત્તરાખંડ, હિમાચલ અને ગોવા આવી શકશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે ટૂરિઝમને ₹81 હજાર કરોડનું નુકસાન4. આજનો દિવસ કેવો રહેશે?શુક્રવારનો દિવસ સાત રાશિ વાળા લોકો માટે સારો હતો. શનિવારનો દિવસ આઠ રાશિ વાળા લોકો માટે સારો રહેશે. આ રાશિમાં મેષ,વૃષક, કન્યા, તુલા, વૃશ્વિક, ધનુ, મકર અને મીન સામેલ છે. શનિવારે મીન રાશિમાં ચંદ્રમા અને મંગળ છે. એટલે કે એસ્ટ્રોલોજી પ્રમાણે જોબ અને બિઝનેસમાં ફાયદો મિથુન, કર્ક, સિંહ અને કુંભ રાશિ વાળા લોકોએ સંભાળીને રહેવું પડશે. એટલે કે કામકાજમાં ભૂલ થશે, તો નુકસાન થશે.

11 જુલાઈનું રાશિફળ /શનિવારનો દિવસ મિથુન રાશિના લોકો માટે અતિશુભ રહેશે, જાતકોને કોઇ શુભ સમાચાર મળી શકે છે

5. તમારા માટે વધુ ચાર સમાચાર.. કદાચ તમે વાંચવા માંગો

ઉત્તરપ્રદેશમાં ગઈકાલ રાતથી લોકડાઉન લાગુ કરાયું છે. અહીંયા 13 જુલાઈની સવારે પાંચ વાગ્યા સુધી લોકડાઉન રહેશે. દૂધ, શાકભાજી, રાશન બધુ મળશે. પણ પેટ્રોલ પમ્પ બંધ રહેશે. ગામ-શહેરમાં બજાર, અને ઓફિસો બંધ રહેશે. પૂણેમાં ફરી લોકડાઉન લાગુ કરાઈ રહ્યું છે. જે 13 થી 23 જુલાઈ વચ્ચે રહેશે. પૂણેમાં ગુરુવારે કોરોનાના 1803 નવા કેસ સામે આવ્યા હતા. કોરોનાની ચેઈન તોડવા માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે. બાકી બધુ બંધ રહેશે. કોરોના વચ્ચે સિંગાપુરમાં મતદાન ચાલી રહ્યું છે. અહીંયા લોકો ગ્લવ્સ અને માસ્ક પહેરીને મતદાન કરવા નીકળ્યા છે. અહીંયા બેલેટ પેપરથી વોટિંગ થાય છે. 26 લાખ વોટર અહીંયા વોટિંગ કરી રહ્યા છે. આ પહેલા કોરોનાના પ્રારંભિક તબક્કામાં એપ્રિલમાં સાઉથ કોરિયા અને જૂનમાં સર્બિયામાં મતદાન થઈ ચુક્યું છે. બન્ને દેશમાં જનતાએ એ પાર્ટીને પસંદ કરી, જે પહેલાથી સરકાર ચલાવી રહી હતી.

Vikas Dubey | News Brief/Bhaskar Morning Latest [Updates]; Gangster Vikas Dubey Encounter In Kanpur