સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવતા રહે છે. સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ બાદ પહેલી જ વાર રિયા ચક્રવર્તીની પ્રતિક્રિયા સામે આવી છે. રિયાએ એક વીડિયોમાં પોતાની વાત કહી હતી.
શું કહ્યું રિયાએ? રિયાએ વીડિયોમાં કહ્યું હતું, મને ભગવાન તથા ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. હું માનું છું કે મારી સાથે ન્યાય થશે. મીડિયામાં મારી વિરુદ્ધ બહુ જ ભયાનક વાતો થઈ રહી છે. જોકે, વકીલની સલાહને કારણે હું આ મુદ્દે કોઈ જ કમેન્ટ કરતી નથી. સત્યમેવ જયતે, સત્ય સામે આવશે.
View this post on Instagram#JUSTIN: रिया चक्रवर्ती के खिलाफ केस दर्ज होने के बाद रोते हुए रिया की बाइट। सुशांत की मौत के बाद कैमरे पर रिया का पहला कमेंट। रिया चक्रवर्ती ने कहा ‘सत्यमेव जयते’ #RheaChakroborty #SushantSinghRajput
A post shared by VishwaJEET Maurya