પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એકદમ સરળ અને સાદા અધિકારી, અમદાવાદમાં કામગીરીનો બહોળો અનુભવ

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એકદમ સરળ અને સાદા અધિકારી, અમદાવાદમાં કામગીરીનો બહોળો અનુભવરાજ્યના પોલીસવડાની નિયુક્તિ બાદ શનિવારે મોડી રાતે 74 IPS-SPS ઓફિસરોની બદલી થઈ હતી. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે વર્ષ 1987ની બેચના IPS સંજય શ્રીવાસ્તવને મુકવામા આવ્યા છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની સંજય શ્રીવાસ્તવે એન્જીયરીંગનો અભ્યાસ કર્યો છે. ભૂતકાળમાં અમદાવાદમાં ઝોન-1,2,3,5માં DCP પણ રહી ચૂક્યા છે એટલે અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે. લો-એન્ડ ઓર્ડરના એડીશનલ ડીજી, ટેકનીકલ સર્વિસમાં પણ એડીશનલ ડીજી અને CID ક્રાઈમ અને રેલવેના વડા પણ રહી ચૂક્યા છે.

"સેફ સુરત" નામથી પબ્લિક વેલ્ફેર ફંડથી સીસીટીવીનો પ્રોજેક્ટ લાવ્યા સંજય શ્રીવાસ્તવ લો- પ્રોફાઈલ અને એકદમ સાદા અધિકારી તરીકે ઓળખાય છે. બેસ્ટ ટીમ વર્ક અને કાયદાની આંટીઘૂંટી સારી રીતે જાણતા અધિકારી છે. જ્યારે સુરત જોઈન્ટ પોલીસ કમિશનર હતા ત્યારે "સેફ સુરત" નામથી પબ્લિક વેલ્ફેર ફંડથી સીસીટીવીનો પ્રોજેક્ટ લાવ્યા હતા. તાજેતરમાં CID ક્રાઈમના વડા હતા ત્યારે રાજ્યના બહુચર્ચિત એવા મોડાસાનો સાયરા ગામની યુવતીના અપમૃત્યુનો કેસ ઉકેલયો હતો. ઉપરાંત કચ્છમાં આવેલી કે.ડી.સી.સી બેંકના લોન કૌભાંડ કેસમાં 9 જેટલા ગુના દાખલ કર્યા હતા અને 26 આરોપીઓની ધરપકડ કરી હતી.અમદાવાદના નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ફાઇલ તસવીર.