Translate to...

પોલેન્ડના વિદ્યાર્થીઓએ હરિવંશ રાય બચ્ચનના કાવ્યસંગ્રહ ‘મધુશાલા’માં અવાજ આપ્યો, બિગ બીએ કહ્યું,આંસુ આવી ગયાં

પોલેન્ડના વિદ્યાર્થીઓએ હરિવંશ રાય બચ્ચનના કાવ્યસંગ્રહ ‘મધુશાલા’માં અવાજ આપ્યો, બિગ બીએ કહ્યું,આંસુ આવી ગયાં




અમિતાભ બચ્ચન છેલ્લાં 11 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. હાલમાં જ બિગ બીએ યુનેસ્કો દ્વારા સિટી ઓફ લિટરેચરનો દરજ્જો મેળવનાર પોલેન્ડના વ્રોકલો શહેરનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં યુનિવર્સિટીના કેટલાંક વિદ્યાર્થીઓ બિગ બીના પિતા ડૉ. હરિવંશ રાય બચ્ચનની લોકપ્રિય રચના ‘મધુશાલા’ ગાતા જોવા મળ્યાં હતાં. બિગ બી આ વીડિયો જોઈને ભાવુક થયા હતા અને તેમની આંખમાંથી આંસુ વહેવવા લાગ્યા હતા.

અમિતાભે કહ્યું, મારી આંખમાંથી આંસુ આવવા લાગ્યાઅમિતાભે વીડિયો શૅર કરીને કહ્યું, મારી આંખમાંથી આંસુ આવી ગયા. પોલેન્ડના વ્રોકલો શહેરને યુનેસ્કોએ સિટી ઓફ લિટરેચરથી સન્માનિત કર્યું હતું. આજે યુનિવર્સિટીના ટેરેસ પર વિદ્યાર્થીઓએ બાબુજીની મધુશાલા ગાઈ. તેમણે સંદેશ આપ્યો કે વ્રોકલો ડૉ. હરિવંશ રાય બચ્ચનનું શહેર છે.

T 3601 - I am moved to tears !Wroclaw, Poland was awarded UNESCO City of Literature, today they organised a recitation of Babuji’s Madhushala by University students on the roof of the University building. They pass the message Wroclaw is a City of Dr Harivansh Rai Bachchan. pic.twitter.com/Rvl4q7Liof

— Amitabh Bachchan (@SrBachchan) July 21, 2020

સિટી ઓફ લિટરેચર સન્માન એટલે શું?સિટી ઓફ લિટરેચર યુનેસ્કોના વ્યાપક ‘ક્રિએટિવ સિટી નેટવર્ક’ના સાત ક્રિએટિવ ફિલ્ડમાંથી એક છે. 2004માં આ નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું હતું. લિટરેચર ઉપરાંત નેટવર્કમાં અન્ય ક્રિએટિવ ફિલ્ડ ક્રાફ્ટ અને ફોક આર્ટ્સ, ડિઝાઈન, ફિલ્મ, ગેસ્ટ્રોનોમી, મીડિયા આર્ટ્સ એન્ડ મ્યૂઝિક છે. સિટી ઓફ લિટરેચરમાં સામેલ થવા માટે જે-તે શહેરે યુનેસ્કોના માપદંડમાંથી પસાર થવું પડે છે. વ્રોકલોને 2019માં આ સન્માન આપવામાં આવ્યું હતું.

બિગ બી હોસ્પિટલમાં પિતાને યાદ કરે છેહોસ્પિટલમાં અમિતાભ બચ્ચન પિતાને ઘણાં જ યાદ કરી રહ્યા છે અને તેમની કવિતા સોશિયલ મીડિયામાં શૅર કરે છે. હાલમાં જ ડોક્ટર્સને એક કવિતા સમર્પિત કરી હતી. બચ્ચન પરિવારના ચાર સભ્યો (બિગ બી, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યા) હાલમાં નાણાવટી હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર હેઠળ છે.

T 3599 -मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।कभी नहीं जो तज सकते हैं⁰अपना न्यायोचित अधिकार,⁰कभी नहीं जो सह सकते हैं⁰शीश नवाकर अत्याचार,⁰एक अकेले हों या उनके⁰साथ खड़ी हो भारी भीड़;⁰मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।~ HRBto them that protect us

— Amitabh Bachchan (@SrBachchan) July 19, 2020





amitabh bachchan emotional after watching Poland University students' recitation of father Dr Harivansh Rai Bachchan's 'Madhushala'!