Translate to...

પાલડી પાસેની મસ્જિદમાં નમાઝ પઢવા લોકો ભેગા થતા પોલીસ પહોંચી, 15ની અટકાયત

પાલડી પાસેની મસ્જિદમાં નમાઝ પઢવા લોકો ભેગા થતા પોલીસ પહોંચી, 15ની અટકાયત



મહામારી કોરોના વચ્ચે શહેરના પાલડી પાસેની મસ્જિદમાં નમાઝ પઢવા માટે મોટી સખ્યામાં લોકો ભેગા થયા હતા. જેને કારણેસોશિયલ ડિસ્ટન્સિગ પણજળવાયું ન હતું. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ તાબડતોબ દોડી આવી હતી. ત્યાર બાદ પોલીસે 15 લોકોની અટકાયત કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસારઆજે સવારે સોશિયલ મીડિયામાં પાલડી વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય તેવા વીડિયો વાઈરલ થયા હતા. આ વીડિયોના આધારે પાલડી પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને જ્યારે મોટી સંખ્યામાં લોકોને જોયા ત્યારે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું.

જ્યારે 23 જુલાઈએ પણ શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. જેથી સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલમાં મેસેજ કરવામાં આવ્યા હતો.જેના પગલે DCP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. દરગાહ ખાતે લોકોના ટોળાનો વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં કેટલાક લોકો માસ્ક વિના જ જોવા મળ્યા હતા. પોલીસે મૌલવી સહિત 12 લોકોની અટકાયત કરી હતી.







પાલડીની મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો