Translate to...

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની તબિયત વધુ નાજુકઃ પ્લાઝ્મા થેરાપી અપાઈ-મુંબઈથી નિષ્ણાત તબીબને બોલાવાયા

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની તબિયત વધુ નાજુકઃ પ્લાઝ્મા થેરાપી અપાઈ-મુંબઈથી નિષ્ણાત તબીબને બોલાવાયા




અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની સ્થિતિ વધુ નાજુક થઈ છે. કોરોના સંક્રમણને કારણે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી ત્રણ દિવસથી વેન્ટિલેટર પર છે. તેમના ફેફસાં ઉપરાંત કિડનીમાં પણ ઈન્ફેક્શન લાગી ગયાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. સ્વામી મહારાજની દેખભાળ માટે ખાસ મુંબઈથી નિષ્ણાત તબીબને બોલાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

કિડનીમાં ઈન્ફેક્શનને કારણે ક્રિએટાઈન વધ્યું, સઘન સારવાર ચાલુમણિનગ૨ સ્વામિનારાયણ મંદિ૨ના ગાદીપતિ આચાર્ય પુરૂષોતમપ્રિયદાસજી સ્વામી મહારાજ કોરોના સંક્રમણને કારણે 11 દિવસથી સીમ્સ હોસ્પિટલમાં છે. ત્રણેક દિવસથી સ્વામી મહારાજ વેન્ટિલેટ૨ પ૨ છે, જ્યાં તેમની તબિયત અત્યંત નાજુક જણાવાય છે. ગઈકાલે આચાર્ય મહારાજની કિડનીમાં ઈન્ફેક્શન થયું હોવાથી તેમનું ક્રિએટાઈન વધી ગયાનું જાણવા મળ્યું છે. આ સ્થિતિમાં નિષ્ણાત તબીબ દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

સ્વામી મહારાજના ઈલાજ માટે મુંબઈથી નિષ્ણાત તબીબ બોલાવાયાસ્વામી મહારાજને ગઈકાલે પ્લાઝ્મા થેરાપી આપવામાં આવી હતી, પરંતુ ધાર્યું પરિણામ ન મળવાને લીધે ફરી તેમને પ્લાઝ્મા થેરાપી અપાશે એમ સૂત્રોએ કહ્યું છે. તદુપરાંત સ્વામી મહારાજનું ડાયાલિસિસ પણ કરાવાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય મુંબઈની એક જાણીતી હોસ્પિટલના ખ્યાતનામ નિષ્ણાત તબીબને પણ આચાર્ય સ્વામીના ઈલાજ માટે ખાસ બોલાવાયા હોવાનું સૂત્રોએ કહ્યું છે.

ગાદી સંસ્થાન હેઠળના મંદિરોમાં-હરિભક્તો દ્વારા સતત ધૂન-પ્રાર્થનામણિનગર ગાદી સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તે માટે ગાદી સંસ્થાન હસ્તકના વિશ્વભરના તમામ મંદિરો ઉપરાંત હરિભક્તો દ્વારા તેમના ઘેર સતત સ્વામિનારાયણ ધૂન બોલાવાઈ રહી છે. આચાર્ય પુરૂષોતમપ્રિયદાસજી સ્વામીની ઉંમ૨ ૭૮ વર્ષની છે. ભૂતકાળમાં તેમની બાયપાસ સર્જરીનું ઓપરેશન પણ કરાવાયું હતું. આ ઉપરાંત મંદિરમાં સવાર-સાંજ આરતી દરમિયાન સંતો દ્વારા આચાર્ય મહારાજના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.







Purushottampriyadasji Swami Maharaj's health more critical: give him plasma therapy