Translate...

પ્રિયંકાએ 21 લાઈનમાં 23 વાર રામનું નામ લીધું, કહ્યું- રામ બધામાં છે, રામ બધાના છે; કમલનાથ પણ ભગવા રંગમાં

પ્રિયંકાએ 21 લાઈનમાં 23 વાર રામનું નામ લીધું, કહ્યું- રામ બધામાં છે, રામ બધાના છે; કમલનાથ પણ ભગવા રંગમાં



રામ મંદિરના ભૂમિ પૂજન આડે હવે ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે કોંગ્રેસને પણ રામ યાદ આવી રહ્યા છે. જે જાહેર મંચ ઉપર રામનું નામ લેવાથી બચતી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે ટ્વીટ કર્યું છે. 21 લાઈનમાં 270 શબ્દો લખ્યા છે. પ્રિયંકાએ તેમા 23 વાર રામનું નામ લીધું છે. ચોકાવનારી વાત એ છે કે અંગ્રેજીમાં સાઈન કરનાર પ્રિયંકાએ આ ટ્વીટમાં હસ્તાક્ષર પણ હિન્દીમાં કર્યા છે.

પ્રિયંકાએ ટ્વીટમાં લખ્યું છે કે રામ બધાના છે. રામ કબીરના છે, તુલસી દાસના છે અને રવિદાસના છે. ગાંધીના રઘુપતિ રાઘવ રાજા રામ બધાને સંમતિ આપનાર છે. પ્રિયંકાના આ ટ્વીટમાં રામનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.

सरलता, साहस, संयम, त्याग, वचनवद्धता, दीनबंधु राम नाम का सार है। राम सबमें हैं, राम सबके साथ हैं। भगवान राम और माता सीता के संदेश और उनकी कृपा के साथ रामलला के मंदिर के भूमिपूजन का कार्यक्रम राष्ट्रीय एकता, बंधुत्व और सांस्कृतिक समागम का अवसर बने। मेरा वक्तव्य pic.twitter.com/ZDT1U6gBnb

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 4, 2020

ભગવામાં રંગાયા કમલનાથ, સુંદરકાંડના પાઠ કર્યા, ચાંદીની 11 ઈંટ અયોધ્યા મોકલશે એકલી પ્રિયંકા જ નહીં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા કમલનાથે ટ્વિટર ઉપર પ્રોફાઈલ ફોટો બદલી નાખ્યો છે. ભગવા વસ્ત્ર સાથેનો ફોટો તેમણે મૂક્યો છે.

કમલનાથે સુંદરકાંડનો પાઠ કર્યો અને કહ્યું- અમે રામ મંદિર નિર્માણનું સ્વાગત કરીએ છીએ. રાજીવજીએ 1985માં તેની શરૂઆત કરી હતી. 1989માં શિલાન્યાસ કીયા. રાજીવજીને કારણે આજે રામ મંદિરનું સપનું સાકાર થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે આજે રાજીવજી હોત તો બધુ નિહાળત. ભારતની સંસ્કૃતિ હજું પણ જોડનાર છે. આ અમારી ઓળખ છે. અમે જ્યારે પણ કંઈક કરીએ છીએ તો ભાજપને પેટમાં દુ:ખે છે. શું ધર્મ ઉપર તેમની પેટન્ટ છે, તેમનો ઠેકો છે. તેમણે ધર્મની એજન્સી લીધેલી છે?

કમલનાથે જાહેરાત કરી છે કે તેઓ ચાંદીની 11 ઈંટ અયોધ્યા મોકલશે. આવતીકાલે ઐતિહાસિક દિવસ છે, જેની રાહ સમગ્ર દેશને છે.

સુરજેવાલાએ રામની મર્યાદા યાદ અપાવી કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રામ મંદિર નિર્માણ કાર્યક્રમ પહેલા કોઈ રાજનીતિક નિવેદશ આપવા ઈચ્છતો નથી. પરંતુ એ કહેવા માંગુ છું કે રાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહીં. આજ રામની મર્યાદા છે.







આ તસવીર મે 2019ની છે. મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન તેણે ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં પૂજા કરી હતી.