પ્રોપીલીન ગેસ ભરેલુ ટેન્કર બ્રિજ પરથી નદીમાં ખાબક્યું, ગેસ લીકેજને પગલે ફાયર બ્રિગેડની ટીમે ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો

પ્રોપીલીન ગેસ ભરેલુ ટેન્કર બ્રિજ પરથી નદીમાં ખાબક્યું, ગેસ લીકેજને પગલે ફાયર બ્રિગેડની ટીમે ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો



અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી પાટીયા પાસે પ્રોપીલીન ગેસ ભરેલુટેન્કર બ્રિજ પરથી નદીમાં ખાબક્યુ હતું. ટેન્કર પલટી ખાઈ જતા ગેસ લીકેજને પગલે દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડેગેસ લીકેજ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અને ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો.જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જોકે ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ થઇ હતી, જેથી તેઓને 108 એમ્બ્યુલન્સમાંસારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દહેજની દીપક ફેનોલિક્સ લિ. કંપનીનું ટેન્કર હોવાનું જાણવા મળ્યું
નેશનલ હાઇવે નં-48 ઉપર મોસાલી ગામ પાસે બ્રિજ પરથી બેકાબૂ ટેન્કર અમરાવતી નદીમાં ખાબકતા ઓફલાઈન ગેસ લીક થયો છે. ટેન્કર સુરત તરફથી દહેજ જતું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે.દહેજની દીપક ફેનોલિક્સ લિ. કંપનીની ટેન્કર હોવાનું જાણવા મળ્યું છે, જેથી તેમની ટીમ પણ ઘટના સ્થળે જવા રવાના થઇ છે.

નદીમાં ખાબકેલુ ટેન્કર
નદીમાં ટેન્કરમાં ખાબકતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા

(અહેવાલ અને તસવીરોઃ હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)









Tanker loaded with ammonia nitrate chemical fell into the river from bridge, following a gas leak fire brigade team arrived at the scene near ankleshwar