પ્રોપર્ટીનું ટાઈટલ સર્ચ અચૂક કરાવો, ખરીદતી વખતે ચકાસો કે મકાન પર પહેલેથી કોઈ લોન ચાલુ તો નથી ને? 

પ્રોપર્ટીનું ટાઈટલ સર્ચ અચૂક કરાવો, ખરીદતી વખતે ચકાસો કે મકાન પર પહેલેથી કોઈ લોન ચાલુ તો નથી ને? પોતાનું ઘર મેળવી લેવું તે એક મોટી ખુશી મેળવી લેવા જેવું છે પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં તમારે સાવધાની જરૂર રાખવી જોઇએ. પ્રોપર્ટીની રજિસ્ટ્રેશન પણ આવી જ એક સાવધાની છે. ખરીદાયેલા મકાનનો દસ્તાવેજ ન કરાયો હોય તો કાયદો ખરીદદારને સંપત્તિ પર હક નથી આપતો. જોકે, પ્રોપર્ટી રજિસ્ટર્ડ થતાં પહેલાં કે ખરીદતાં પહેલાં રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજોની તપાસ જરૂર કરવી જોઇએ. મકાન ખરીદનારે ટાઇટલ ડીડ અને બિન-અતિક્રમણ પ્રમાણપત્રની ચકાસણી કરવી જોઇએ.

રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ, મ.પ્ર.ના ચેરમેન અને હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ સુભાષ કાકડે જણાવે છે કે પ્રોપર્ટીનું ટાઇટલ સર્ચ કરાવવું જરૂરી છે. તમે સંયુક્ત હિન્દુ પરિવારની પ્રોપર્ટી ખરીદી રહ્યા હોવ તો પરિવારના મોભી ઉપરાંત જેટલા પણ હિસ્સેદારો છે તેમની સહમતિ લેવી પણ જરૂરી છે. કોઇ વ્યક્તિ પોતાની સંપત્તિ વેચવા ઇચ્છતી હોય તો ખરીદનારને તે સંપત્તિની બધી રીતે તપાસ કરવાનો પૂરો હક છે.

સ્ટેમ્પ ડ્યૂટી શું છે?

સ્ટેમ્પ ડ્યૂટી ખરીદદારે પ્રોપર્ટીની ખરીદી બાદ જે વધારાના ખર્ચ ચૂકવવા પડે છે તેમાંથી એક છે. તે વિવિધ રાજ્યોમાં 5થી 13 ટકા છે. તે માટે સ્ટેમ્પ પેપર પર પૂરી પ્રક્રિયા થાય છે. બંને પક્ષની ઓળખ અંગેના તથા પ્રોપર્ટીના દસ્તાવેજોની જરૂર પડે છે.

દસ્તાવેજની પૂરી પ્રક્રિયા

તમારે મકાન ખરીદવું હોય તો જોવું પડશે કે તે રાજ્યમાં દસ્તાવેજ કરાવવા માટે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી લાગે છે? તેની ગણતરી સર્કલ રેટ અને પ્રોપર્ટીની એગ્રીમેન્ટ વેલ્યૂ વચ્ચે ઉચ્ચ મૂલ્ય પર કરાય છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટી પર ચૂકવવાનું હોય છે, જેની ગણતરી સામાન્ય રીતે એગ્રીમેન્ટ વેલ્યૂ, બજારમૂલ્ય અને સર્કલ રેટ પર કરાય છે. સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી સંપત્તિના પ્રકાર પર નિર્ભર છે. જેમ કે રહેણાકની કે કોમર્શિયલ જમીન કે સંપત્તિની, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની જમીન કે સંપત્તિની સ્ટેમ્પ ડ્યૂટી જુદી-જુદી હોય છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યૂટી તથા બીજા ઘણા ચાર્જ લાગે છે. મકાન-ફ્લેટ ખરીદ્યા બાદ તરત કેટલાંક જરૂરી પગલાં લેવાં જોઇએ, જેમાં દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન, વીજળી અને પાણીના મીટરનું હસ્તાંતરણ, પ્રોપર્ટી ટેક્સ હસ્તાંતરણ, સોસાયટી શેર સર્ટિફિકેટ હસ્તાંતરણ સામેલ છે.

ઇન્વેસ્ટર ક્લિનિકના કો-ફાઉન્ડર સન્ની કાત્યાલે જણાવ્યું હતું કે, દસ્તાવેજ કરાવ્યા બાદ જમીન પર કબજો લેવા સેલ્સ ડીડ, મ્યૂટેશન રજિસ્ટર એક્સટ્રેક્ટ, જનરલ પાવર ઑફ એટર્ની જેવા દસ્તાવેજ જરૂરી છે. જેમની પાસેથી મકાન ખરીદી રહ્યા હોવ તેમની પાસેથી એ જરૂર જાણી લો કે પ્રોપર્ટી પર કોઇ નાણાંબોજ (લોન) તો નથી ને?Do a proper search of the title of the property, when buying, check that there is no loan on the house already, right?