Translate to...

પાર્થ સમથાન બાદ બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ પણ કોરોના પોઝિટિવ, એકતા કપૂરે લખ્યું - અમારી પહેલી પ્રાયોરિટી અમારા કર્મચારી છે

પાર્થ સમથાન બાદ બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ પણ કોરોના પોઝિટિવ, એકતા કપૂરે લખ્યું - અમારી પહેલી પ્રાયોરિટી અમારા કર્મચારી છે




પ્રોડ્યુસર એકતા કપૂરની સિરિયલ કસૌટી ઝીંદગી કેના લીડ સ્ટાર પાર્થ સમથાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ હવે બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ તનુશ્રી દાસગુપ્તાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તનુશ્રી અને તેની માતા બંને કોરોના પોઝિટિવ છે. તનુશ્રી હાલ હોસ્પિટલમાં છે અને તેની માતા હોમ ક્વોરન્ટીન છે.

કસૌટી ઝીંદગી કેનું શૂટિંગ અનલોક બાદ શરૂ થઇ ગયું હતું. સેટ પર પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય સ્ટારકાસ્ટના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પાર્થે તેના કોરોના પોઝિટિવ હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

View this post on Instagram

Hi everyone , I have been tested Postive for covid 19 .although I have mild symptoms.. I would urge and request everyone whose been with me in close promitixy over the last few days please go and get yourself tested . The Bmc has regularly been in touch and with the doctors guidance I am in self quarantine and I am grateful to them for all their support . Please be safe and take care