Translate to...

પ્રોડ્યૂસર-ડિરેક્ટર હીરશ શાહનું કેન્સરને કારણે અવસાન, તેમની કેન્સર બેઝ્ડ શોર્ટ ફિલ્મ ‘Why Me’ને પ્રેસિડન્ટ અવોર્ડ મળ્યો હતો

પ્રોડ્યૂસર-ડિરેક્ટર હીરશ શાહનું કેન્સરને કારણે અવસાન, તેમની કેન્સર બેઝ્ડ શોર્ટ ફિલ્મ  ‘Why Me’ને પ્રેસિડન્ટ અવોર્ડ મળ્યો હતો




છેલ્લાં 40 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર હરીશ શાહનું આજે એટલે કે સાત જુલાઈએ સવારેછ વાગે નિધન થયું હતું. હરીશ 76 વર્ષના હતાં અને તેમને ગળાનું કેન્સર હતું. તેમણે કેન્સરનો સામનો કરતાં લોકોની વાત લઈને એક શોર્ટ ફિલ્મ ‘Why Me’ પણ બનાવી હતી. આ ફિલ્મને પ્રેસિડન્ટ અવોર્ડ મળ્યો હતો. હરીશ શાહના અંતિમ સંસ્કાર બપોરે એક વાગે મુંબઈના પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં.

Sad News.Film producer Harish Shah is no more.He had produced Kala Sona, Mere Jeevan Saathi, Dhan Daulat, Zalzala, Jaal-The Trap, Hotel, Ram Tere Kitne Naam etc.May his soul rest in peace.

— Atul Mohan (@atulmohanhere) July 7, 2020

હરીશની ફિલ્મી સફરહરીશ શાહે બોલિવૂડમાં પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાં દિલ ઔર મોહબ્બત’, ‘મેરે જીવન સાથી’, ‘કાલા સોના’, ‘ધન દૌલત’, ‘રામ તેરે કિતને નામ’, ‘હોટલ’, ‘જાલઃ ધ ટ્રેપ’, ‘અબ ઈન્સાફ હોગા’ જેવી ફિલ્મ સામેલ છે. વર્ષ 2003માં સની દેઓલને લઈને બનાવવામાં આવેલી ફિલ્મ ‘જાલઃ ધ ટ્રેપ’ હરીશની પ્રોડ્યૂસર તરીકેની અંતિમ ફિલ્મ હતી. હરીશના ભાઈ વિનોદના મતે, તેઓ છેલ્લાં 10 વર્ષથી ગળાના કેન્સરની સારવાર કરાવતા હતાં. આ જ કારણે તેમણે વર્ષ 2017માં કેન્સર દર્દીઓ પર એક શોર્ટ ફિલ્મ બનાવી હતી.

Friends I received National award at the hands of VP Shri Naidu and I B Minister Shri Jawdekar my happiness has no limit