પ્રેગ્નન્સીના ન્યૂઝ પછી રૂબીના દિલાઈકે જગ જનની મા વૈષ્ણો દેવી શો છોડ્યો, પરિધિ શર્માએ તેને રિપ્લેસ કરી

પ્રેગ્નન્સીના ન્યૂઝ પછી રૂબીના દિલાઈકે જગ જનની મા વૈષ્ણો દેવી શો છોડ્યો, પરિધિ શર્માએ તેને રિપ્લેસ કરીસિરિયલ શક્તિ- અસ્તિત્વ કે એહસાસ કી ફેમ રૂબીના દિલાઈક પ્રેગ્નન્ટ છે અને આ જ કારણે હવે માયથોલોજીકલ શો જગ જનની મા વૈષ્ણો દેવીમાં તેની જગ્યા પરિધિ શર્માએ લેશે. આ પહેલાં પરિધિ પટિયાલા બેબ્સમાં બબીતા સિંહના રોલમાં દેખાઈ હતી.

રૂબીનાએ પ્રોડક્શન હાઉસને પ્રેગ્નન્સીની વાત કરી
સૂત્રોના જણાવ્યા મુજબ, શોના મેકર્સે અભિનેત્રી રૂબીનાને નવા વૈષ્ણો દેવી માતાના રોલ માટે પસંદ કરી હતી અને તેણે કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી લીધો હતો. હવે તેણે પ્રોડક્શન હાઉસ સામે તેની પ્રેગ્નન્સીની વાત રજૂ કરી છે જેને કારણે હવે તે શોમાં નહીં દેખાય. આવામાં પ્રોડક્શન હાઉસે પરિધિને મેઈન રોલ માટે અપ્રોચ કરી. પરિધિએ વધુ સમય લીધા વગર રોલ માટે હા કહી દીધી.

આ પ્રકારનો રોલ પ્લે કરવો એક મોટી જવાબદારી: પરિધિ શર્મા
વાતચીત દરમ્યાન, પરિધિએ જણાવ્યું, હું શોમાં આ પ્રકારનો રોલ પ્લે કરવા માટે ઉત્સાહિત છું. મારા પર ભરોસો કરવા બદલ પ્રોડ્યુસર્સની આભારી છું. આ પ્રકારનો રોલ પ્લે કરવો એક મોટી જવાબદારી છે. હું મારું 200% આપવામાં વિશ્વાસ કરું છું જ્યારે કોઈપણ કેરેક્ટર પ્લે કરવાની વાત આવે છે. મેં રોલને વધુ સારી રીતે સમજવા શોના અમુક એપિસોડ જોવાના ચાલું કરી દીધા છે. મને આશા છે કે દર્શકો તેમનો પ્રેમ અને સપોર્ટ આપશે. હું પ્રાર્થના કરું છું કે માતા રાની તેમનો રોલ નિભાવવા માટે તેમના આશીર્વાદ આપે જે મારા માટે સૌભાગ્યની વાત છે.

રૂબીનાએ પ્રેગ્નન્સીના સમાચાર નકાર્યા
આ સમાચાર સામે આવતા જ્યારે ભાસ્કરની ટીમે રૂબીનાને આ બાબતે પૂછ્યું તો તેણે પ્રેગ્નન્સીની વાત નકારી દીધી. તેણે કહ્યું કે, આ સાચું નથી. જોકે, આ વાત કેટલી સાચી છે તે સમયસર ખબર પડી જશે. 4 વર્ષ સુધી એક્ટર અભિનવ શુક્લાને ડેટ કર્યા બાદ રૂબીના અને અભિનવે 21 જૂને, 2018માં લગ્ન કર્યાં હતાં.

રૂબીના પહેલાં પૂજા બનર્જીએ શો છોડ્યો હતો
રૂબીના પહેલાં એક્ટ્રેસ પૂજા બનર્જી આ શોમાં વૈષ્ણો દેવીનો રોલ પ્લે કરી રહી હતી પરંતુ તેણે લગ્નને કારણે શો છોડ્યો હતો. પૂજા 15 એપ્રિલે તેના બોયફ્રેન્ડ કુણાલ સાથે લગ્ન કરવાની હતી પણ લોકડાઉનને કારણે હવે લગ્ન પોસ્ટપોન કરવામાં આવ્યા છે. પૂજાએ લગ્ન માટે ભેગી કરેલ રકમ જરૂરિયાતમંદ લોકોને ડોનેટ કરી છે.

After the news of pregnancy, Rubina Dilike left the show 'Jag Janani Maa Vaishno Devi', Paridhi Sharma replaced her