Translate to...

પ્રહલાદનગરનું NOC વિનાનું દેવઓરમ હોય કે ડ્રાઈવ-ઈન શ્રીજી ટાવરનું ગેરકાયદે ટાયરનું ગોડાઉન, અગ્નિકાંડોમાં ફાયર ઓફિસરોને સજા જ નહીં!

પ્રહલાદનગરનું NOC વિનાનું દેવઓરમ હોય કે ડ્રાઈવ-ઈન શ્રીજી ટાવરનું ગેરકાયદે ટાયરનું ગોડાઉન, અગ્નિકાંડોમાં ફાયર ઓફિસરોને સજા જ નહીં!




બુધવારે મોડી રાતે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના કોવિડ-19ના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના કરૂણ મોત થયા હતા. આવી રીતે અગલ અલગ કારણોસર શહેરમાં અનેક જગ્યાએ અવારનવાર આગની ઘટના બને છે. જેમ કે, પ્રહલાદનગરના દેવઓરમ, ડ્રાઈવ ઈન રોડ પરનું શ્રીજી ટાવરનું ગોડાઉનની આગની ઘટનાની તપાસ દરમિયાન ફાયરનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ન લીધી હોવાનું સામે આવે છે અને જવાબદાર વ્યક્તિને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ફાયરના કે કોર્પોરેશનના એકપણ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. સુરતના અગ્નિકાંડ બાદ પણ અમદાવાદનું કોર્પોરેશન તંત્ર જાગ્યું નથી. કોર્પોરેશનના જવાબદાર અધિકારી કે ફાયરના અધિકારી સામે પગલાં જ નથી લેવાયા.

રાણીપમાં 2017માં કેટરિંગના ગેસ સિલિન્ડર ફાટ્યા હતા અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં મોટી આગની ઘટનાની વાત કરીએ તો વર્ષ 2017માં ન્યુ રાણીપ વિસ્તારમાં ધરતી એવન્યુમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કેટરિંગની દુકાનમાં આગ લાગી હતી. જેમાં ગેસના સિલિન્ડર ફાટ્યા હતા. આ ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું હતું. જો કે, આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ કે ફાયરના કોઈ અધિકારી સામે પગલાં કે તપાસ કરવામાં આવી ન હતી.

2018 ડ્રાઈવ ઈન રોડ પર શ્રીજી ટાવરના બેઝમેન્ટમાં આગ લાગેલી વર્ષ 2018માં ડ્રાઈવ ઇન રોડ પર શ્રીજી ટાવરમાં બેઝમેન્ટમાં ટાયરના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં 200 પરિવારોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. આ ઘટનામાં માત્ર ગોડાઉન માલિક સામે ગુનો નોંધાયો હતો. ફાયરના અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી થઈ ન હતી અને આ મામલે કોઇ તપાસ કરવામાં આવી ન હતી.

લોકો સામે કાર્યવાહી થાય છે અધિકારીઓ સામે કંઈ થતું નથી શહેરમાં કોઈ મોટી આગ લાગે છે ત્યારે બિલ્ડિંગ હોય, ઓફિસ હોય કે ક્લાસીસ અમે દુકાન હોય ત્યાં તાત્કાલિક તપાસ કરવા માટે ટીમો ઉતારી દેવાય છે. એક અઠવાડિયા સુધી ચેકિંગ કરવામાં આવે છે અને 5-10 લોકો મળી આવે તેમની સામે કાર્યવાહી કરે છે. પરંતુ ફાયરના અધિકારીઓની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. તેમની ક્યાં ભૂલ કે ચૂક રહી ગઈ હોય ત્યારે આ ઘટના બની તે ક્યારેય સામે લાવવામાં આવતું નથી

દેવઓરમની આગમાં ચીફ ફાયર ઓફિસરને શો-કોઝ નોટિસ આપી હતી ઓગસ્ટ 2019માં પ્રહલાદનગર દેવઓરમ્ બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પણ ચીફ ફાયર ઓફિસર દસ્તુરને માત્ર શો-કોઝ નોટિસ આપી હતી. શું સરકાર શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડથી મ્યુનિ. ના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરી દાખલો બેસાડશે કે ફરી છાવરી અગ્નિકાંડની રાહ જોશે?







Prahladnagar dev aurum fire of drive in shreeji tower tyre godown fire not action taken against Fire Officers