પ્રદૂષણને લીધે ભારતમાં લોકોની સરેરાશ વય 5 વર્ષ જેટલી ઘટી ગઈ, બે દાયકામાં હવામાં સૂક્ષ્મ કણોની માત્રા 42% વધી

પ્રદૂષણને લીધે ભારતમાં લોકોની સરેરાશ વય 5 વર્ષ જેટલી ઘટી ગઈ, બે દાયકામાં હવામાં સૂક્ષ્મ કણોની માત્રા 42% વધીહવામાં વધતું પ્રદૂષણ લોકોના શ્વાસ છીનવી રહ્યું છે. ડબ્લ્યૂએચઓએ જીવન માટે સ્વચ્છ હવાના જે માપદંડ નક્કી કર્યા છે તેની ભારતમાં દયનીય હાલત છે. તેના લીધે ભારતીયોની સરેરાશ વય 5.2 વર્ષ જેટલી ઘટી ગઈ છે. એટલે કે એક વ્યક્તિ પોતાનું જીવન સરેરાશ 5 વર્ષ ઓછું જીવી શકે છે. એટલું જ નહીં, ભારતે જે માપદંડ ખુદ નક્કી કર્યા છે, હવાની ગુણવત્તા તેનાથી પણ ઘણી નીચે પહોંચી ગઈ છે. આ પ્રમાણે પણ સરેરાશ વય 2.3 વર્ષ ઘટી ગઈ છે. દેશની 84 ટકા વસતી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં પ્રદૂષણનું સ્તર ભારતીય માપદંડોથી અનેક ગણું વધારે છે. એક ચતૃથાંસ વસતી દરરોજ જેટલું પ્રદૂષણ સહન કરે છે એટલું દુનિયાના કોઈ અન્ય દેશમાં નથી. શિકાગો યુનિવર્સિટીના પ્રો.મિલ્ટન ફ્રીડબેન તથા તેમની ટીમના ‘હવા પ્રદૂષણની જીવન પર અસર’ સંબંધિત રિસર્ચમાં આ વાત સામે હતી. તેના આધારે યુનિવર્સિટીના એનર્જી પોલિસી સંસ્થાને ભારતનો એર ક્વૉલિટી લાઈફ ઈન્ડેક્સ તૈયાર કર્યો હતો. ભારતમાં 1998ની તુલનાએ હવામાં ધૂળ-માટી અને ઘાતક ગેસના સૂક્ષ્મ કણો(પાર્ટિક્યુલેટ મેટર)નું સ્તર 42 ટકા વધી ગયું છે.

પાર્ટિક્યુલેટ મેટર(પીએમ) શરીરમાં પહોંચીને લોકોને બીમાર કરે છે. રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી કે જો સ્વાસ્થ્ય વ્યવસ્થામાં સુધારો નહીં થાય તો સરેરાશ વય વધુ બદતર થશે. વર્તમાન સ્થિતિ જળવાઈ રહેશે તો સર્વાધિક વસતી ધરાવતા યુપીમાં લોકોની સરેરાશ વય 8 વર્ષ સુધી ઘટી જશે. લખનઉમાં પ્રદૂષણ ડબ્લ્યૂએચઓના માપદંડની તુલનાએ 11 ગણું વધારે છે. એવામાં અહીંના લોકો પોતાના જીવનનાં 10.3 વર્ષ ગુમાવતા દેખાય છે. દિલ્હીમાં એર ક્વૉલિટી ડબ્લ્યૂએચઓના માપદંડોના સ્તર સુધી પહોંચી જાય તો અહીંના લોકોની વય 9.4 અને જો સ્વદેશી માપદંડો સુધી પણ સુધારો આવે તો 6.5 વર્ષ સુધી વધી શકે છે. ભારત દુનિયાનો બીજો સર્વાધિક પ્રદૂષિત દેશ છે. 2019માં કેન્દ્રએ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ(એનકેપ) હેઠળ 2024 સુધી 20થી 30 ટકા હવા પ્રદૂષણ ઘટાડવા કામ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. જો એવું થઈ શકે તો રાષ્ટ્રીય સ્તરે જીવન પ્રત્યાશા(વય) 1.6 વર્ષ અને દિલ્હીના લોકોની સરેરાશ વય 3.1 વર્ષ વધી શકે છે.

એર ક્વૉલિટી અને હેલ્થ સિસ્ટમમાં સુધારાથી સરેરાશ વય 3.1 વર્ષ વધી શકે છે

દેશની 84 ટકા વસતી એવા વિસ્તારોમાં રહેવા મજબૂર છે જ્યાં ભારતના તેના હવાની ગુણવત્તાના માપદંડોથી વધુ પ્રદૂષણ છે. ભારતીય માપદંડોના હિસાબે પણ વય બે વર્ષ સુધી ઘટી.એક ચતૃથાંસ ભારતીય જેટલા પ્રદૂષણમાં રહે છે એટલા તો દુનિયાના કોઈ દેશમાં નથી. એર ક્વૉલિટી, સ્વાસ્થ્ય વ્યવસ્થામાં સુધારાથી ભારતીયોની સરેરાશ વય 3.1 વર્ષ વધી શકે છે.

હવામાં વધતું પ્રદૂષણ.