Translate to...

પ્રચંડ બ્લાસ્ટ સમયે જ પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો, પિતાએ વીડિયો રેકોર્ડ કર્યો

પ્રચંડ બ્લાસ્ટ સમયે જ પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો, પિતાએ વીડિયો રેકોર્ડ કર્યો




વીડિયો ડેસ્ક: લેબેનોનની રાજધાની બૈરુતની એક હોસ્પિટલનો વીડિયો સામે આવ્યો છે. અહીં મંગળવારે જ્યારે પ્રચંડ બ્લાસ્ટ થયો ત્યારે એમેન્યુઅલ નામની પ્રસૂતાને લેબર રૂમમાં લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર બિલ્ડીંગ ધ્રુજવા લાગી હતી અને હોસ્પિટલમાં કેટલીક વસ્તુઓ નીચે પડવા લાગી હતી, પણ ડૉક્ટર અને સ્ટાફ તેમનું કામ ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ પ્રસુતાએ અસ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. બાળકના પિતા એડમન્ડે ખુદ આ ઘટના પોતાના કેમેરામાં કેદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રચંડ બ્લાસ્ટ વખતે હોસ્પિટલની લાઈટ જતી રહી હોવાં છતાં, પણ ટોર્ચ ચાલુ કરી ડોક્ટરે ડિલીવરી કરાવી હતી અને બ્લાસ્ટની ગણતરીની સેકન્ડોમાં જ બાળકનો જન્મ થયો હતો. બાળકના પિતાએ તેમના બાળકનું નામ જ્યોર્જ રાખ્યું છે. મહત્ત્વનું છે કે, આ બ્લાસ્ટમાં 157 લોકોના મોત થયા છે અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ ની ભયાનકતા એવી હતી કે 10 કિલોમીટરના એરિયામાં ખાના-ખરાબી સર્જાઇ હતી.







The mother gave birth to the baby just in time for the massive blast, the father recorded the video