પાયલ રોહતગીનું ટ્વિટર અકાઉન્ટ ફરી સસ્પેન્ડ થયું, ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી કહ્યું- આ વખતે તો કારણ પણ નથી જણાવ્યું

પાયલ રોહતગીનું ટ્વિટર અકાઉન્ટ ફરી સસ્પેન્ડ થયું, ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી કહ્યું- આ વખતે તો કારણ પણ નથી જણાવ્યુંપાયલ રોહતગીનું ટ્વિટર અકાઉન્ટ ફરીવાર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ વાત ખબર પડતા પાયલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો રેકોર્ડ કરીને શેર કર્યો. તેમાં તેણે કહ્યું કે, ટ્વિટર ઇન્ડિયાએ તેનું અકાઉન્ટ કોઈ કારણ વગર કેમ બંધ કર્યું. તેણે લિબ્રલ્સ પર આનો આરોપ લગાવ્યો અને ફેન્સ- ફોલોઅર્સને અપીલ કરી કહ્યું કે તે તેનું અકાઉન્ટ ફરી શરૂ કરવાની માગ કરે.

View this post on Instagram

Why my Twitter Account is SUSPENDED ?????

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi) on Jul 7, 2020 at 8:32pm PDT

ગયા મહિને અકાઉન્ટ બંધ થયું હતુંઆ પહેલી વખત નથી કે પાયલનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય. જૂનમાં પણ તેનું અકાઉન્ટ દિલ્હીમાં થયેલ તોફાનની આરોપી મહિલા અને તેના ધર્મ વિરુદ્ધ વિવાદિત ટ્વીટ કરવા બદલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પાયલના સપોર્ટમાં #isupportpayalrohatgi ટ્રેન્ડ થયો હતો. અકાઉન્ટ રીસ્ટોર થયા બાદ પાયલ ફરી તેના આક્રમક અંદાજમાં ટ્વીટ અને વીડિયો પોસ્ટ કરવા લાગી હતી.

ડિસેમ્બર 2019માં અરેસ્ટ થઇ હતીગાંધી નહેરુ પરિવાર વિરુદ્ધ વાંધાજનક વીડિયો પોસ્ટ કરવાના કેસમાં રાજસ્થાન પોલીસે ગુજરાતના અમદાવાદથી પાયલને કસ્ટડીમાં લીધી હતી. કોર્ટે પાયલને 24 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી દીધી હતી. ત્યારબાદ તેને બેલ મળી ગઈ હતી.Payal Rohatagi Twitter account suspended again actress share her anger in a video posted on Instagram