Translate to...

પાયલટ છાવણીના 30 MLA તેમનુ પદ છોડી દે તો પણ ભાજપને સરકાર બનાવવા 11 નવા સહયોગીની જરૂર પડશે

પાયલટ છાવણીના 30 MLA તેમનુ પદ છોડી દે તો પણ ભાજપને સરકાર બનાવવા 11 નવા સહયોગીની જરૂર પડશે




રાજસ્થાનમાં રાજકીય ગરમી યથાવત છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ તેમની સાથે 30 ધારાસભ્ય હોવાનો દાવો કરી રહ્યા છે. ગેહલોત છાવણી 107 ધારાસભ્ય સાથે હોવાનો દાવો કરી રહી છે. અમારા સૂત્રો જણાવે છે કે આ દાવો નબળો છે. ગેહલોતના ઘરે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના 18 ધારાસભ્ય પહોંચ્યા નથી.

પાયલોટનો દાવો ખરો હોવાની સ્થિતિમાં પણ ભાજપ માટે સરકાર બનાવવી એટલી સરળ નહીં હોય. બીજી બાજુ જે ધારાસભ્ય ગેહલોતના ઘરે પહોંચ્યા નથી તે જો પાયલટ સાથે જાય છે તો ગેહલોત સરકાર અપક્ષ અને અન્ય નાના પક્ષની મદદથી આવી શકશે. તો ચાલો જાણીએ કે વિધાનસભાનું ગણિત અને સત્તાનું સમીકરણ શું કહે છે....