પોપ ફ્રાન્સિસે ખ્રિસ્તીઓની ધર્મનગરી વેટિકન સિટીની નાણાકીય બાબતો પર નજર રાખવા માટે સાત લોકોની નિયુક્તિ કરી છે. તેમાં છ મહિલાઓ છે. પરંપરાઓથી અલગ થઇને લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયની પ્રશંશા થઇ રહી છે. વેટિકન સિટીમાં અગાઉ ક્યારેય પણ મહિલાઓને આ સ્તરના અધિકાર મળ્યા ન હતા.
6 મહિલાઓની નિયુક્તિ આ મહિલાઓમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સની ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ રહી ચૂકેલી લેસ્લી જેન ફેરાર, બ્રિટનની લેબર પાર્ટીની સરકારમાં એજ્યુકેશન મિનિસ્ટર રહી ચૂકેલી રૂથ મારિયા કેલી, જર્મનીની શેરલોટ ક્રૂટર અને મેરિજા કોલૈક, સ્પેનની એવા કૈસિલો અને મારિયા કોન્સેપ્સિયન સામેલ છે. આ બધી મહિલાઓ આર્થિક મામલાઓની જાણકાર છે અને તેમની પાસે જરૂરી અનુભવ છે.
બ્રિટનની રૂથ મારિયા કેલી, ફાઇલ ફોટો2014માં કાઉન્સિલ બની હતી પોપે 2014માં વેટિકન સિટીના ઇકોનોમિક મેનેજમેન્ટ અને નાણાકીય ગતિવિધિઓ પર ધ્યાન આપવા માટે 2014માં એક કાઉન્સિલ બનાવી હતી. 15 લોકોની આ કાઉન્સિલમાં 8 બિશપ છે. બાકી સાત સભ્યો અલગ અલગ દેશોના નાણાકીય નિષ્ણાંત હોય છે.
વેટિકનમાં કામ કરનારી મહિલાઓની સંખ્યા વધી વેટિકન ન્યૂઝમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર છેલ્લા દસ વર્ષોમાં વેટિકન સિટીમાં કામ કરતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. 2010માં 17 ટકા મહિલાઓ કામ કરતી હતી જેની સંખ્યા ગત વર્ષે વધીને 22 ટકા થઇ ગઇ છે. પોપ ફ્રાન્સિસે અગાઉ પણ મહિલાઓને ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર, વેટિકન મ્યૂઝિયમ ડાયરેક્ટર અને વેટિકન ન્યૂઝમાં પણ અગત્યના હોદ્દાઓ પર નિમણૂક કરી છે.
પોપ ફ્રાંસિસ, ફાઇલ ફોટો