પિતા-પુત્ર સહિત 8ને ભરખી જનારા શ્રેય અગ્નિકાંડની કરુણાંતિકાની 20 તસવીરો

પિતા-પુત્ર સહિત 8ને ભરખી જનારા શ્રેય અગ્નિકાંડની કરુણાંતિકાની 20 તસવીરોસુરત અગ્નિકાંડના 15 મહિના બાદ આજે વધુ પાષાણ હ્રદયોને પણ પીગળાવી દે એવી વધુ એક ઘટના અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બની છે. હાલ કુદરત પણ માનવજાતથી રૂઠી ગઈ છે, 5 મહિનાથી ચાલી રહેલી કોરોના મહામારીએ કેટલાયના પંખીના માળા સમાન પરિવારો વેર વિખેર કરી દીધા છે. તો બીજી તરફ ભૂકંપ અને પૂર સાથે વીજળી પડવાની ઘટનાઓ પણ મોત બનીને ઝળુંબી રહી છે, ત્યારે આજના શ્રેય અગ્નિકાંડથી તો લોકોમાં વધુ ભય પેસી ગયો છે. કોરોનામુક્ત થવા ગયેલા 8 દર્દીને અગ્નિ ભરખી ગઈ. આ દરમિયાન હોસ્પિટલથી લઈ પોસ્ટમોર્ટમ રૂમ પાસે કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કરુણાંતિકામાં કોઈએ પતિ તો કોઈએ પત્ની તો કોઈએ ભાઈ ગુમાવ્યા છે. અરે વિધિની વક્રતા તો જુઓ પિતા-પુત્ર એક સાથે જ પરિવારને નોધારો મુકીને ચાલ્યા ગયા છે. ત્યારે કૃષ્ણ દવેની એક કવિતા યાદ આવે છે હે આગ ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય સળગાવી નાખ એ સત્તાધીશોની ઊંઘ ને કે જેઓ સંવેદનાના બે શબ્દો બોલીને પાછા સરી પડે છે સત્તાના ઘેનમાં.

સ્વજન ગુમાવ્યું હોય ત્યારે પાણી ઘૂંટડો પણ કેમ ગળે ઉતરે

પતિ કોરોનામુક્ત થઈ ઘરે ગયા અને કોરોનાગ્રસ્ત પત્નીએ અનંતની વાટ પકડી મૃતક લીલાવતી બેન શાહે રાત્રે 10 વાગ્યાની આસપાસ વીડિયોકોલ પર પુત્ર રાજુ સાથે વાત કરી કહ્યું કે, મારે ઘરે આવવું છે, ક્યારે આવવાનું છે ?, ત્યારે પુત્રએ કહ્યું હતું કે, કાલે તમને પહેલાં માળે વોર્ડમાં શિફ્ટ કરશે અને પછી રજા આપવામાં આવશે. પરંતુ વીડિયો કોલના 6 કલાકમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. લીલાવતીબેનને હોસ્પિટલમાં દાખલ કરાયા તેના પહેલાં તેમના પતિ ચંદ્રકાંત શાહને શ્રેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્રણ દિવસ પૂર્વે જ તેમને રજા આપવામાં આવી હતી.

મૃતક જ્યોતિ બહેનના પતિને ક્યાં ખબર હતી કે આજની રાત પછી હંમેશા પત્ની વિયોગમાં તડપવું પડશે

પતિ સહિતના પરિવારજનો ભાંગી પડ્યા આ આગમાં ખેરાલુના જ્યોતિબેન સિંધીનું મોત થયું છે. ખેરાલુના રહેવાસી જ્યોતિબેનને એક અઠવાડિયા અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ ગઈકાલે રાતે જ્યોતિબેન સાથે તેમના ઘરના સભ્યોએ વીડિયો કોલથી વાતચીત કરી હતી અને 8 કલાક બાદ તેમના મોતના સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ તેમના પતિ સહિતના પરિવારજનો ભાંગી પડ્યા હતા. એકબીજાને સંભાળવા મુશ્કેલ બની ગયા હતા.

પિતા-પુત્ર નવનીત અને નરેન્દ્ર શાહને આગ ભરખી જતા પરિવાર નોધારો થઈને વિલાપ કરી રહ્યો છે

કોરોનાગ્રસ્ત પિતા-પુત્રના મૃત્યુથી પરિવાર પર આભ ફાટ્યું શ્રેય હોસ્પિટલના આગના બનાવમાં એક જ પરિવારના કોરોનાગ્રસ્ત પિતા-પુત્રએ પણ જીવ ગુમાવ્યો છે. ધોળકાના નવનીત શાહ અને તેમના પુત્ર નરેન્દ્ર શાહ છેલ્લા 10 દિવસથી કોરોનાની સારવાર અર્થે શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં ત્યારે અચાનક જ આગ લાગતા દાખલ પિતા-પુત્રનું મોત થયું હતું. આમ પરિવારના બે બે મોભીઓના મૃત્યુથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

સ્વજનની વિદાયમાં વિલાપ કોણ કોને સધિયારો આપે કોઈને સધિયારો આપવા ગળે મળવાથી વધુ સારી કોઈ વેક્સિન નથી નિઃશબ્દ... સ્વજન ગુમાવવાથી માણસ અંદરથી તૂટી જાય છે અનંતની વાટે નીકળેલા પ્રિયજનને જોવા તરસી રહેલી આંખો આજે બધાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસતો હતો એમ્બ્યુલન્સમાં જઈ રહેલા સ્વજનનું છેલ્લીવાર મોં જોવાની તડપ ICUમાં વોર્ડ બોય જ્યાં પણ અડે ત્યાં ચામડી હાથમાં આવતી હતી કોઈ આપણું ગુમાવીએ ત્યારે કોઈનો ખભો જ આપણને જીવવાની શક્તિ આપે છે પોસ્ટમોર્ટમ રૂમ બહારના દ્રશ્યોએ પાષાણ હ્રદયના માનવીને પણ પીગળાવી દીધા મૃતકોએ ક્યારેક આ જ વિન્ડોમાંથી બહાર તરફ દ્રષ્ટી કરી કોરોનામુક્ત થવાના સપના જોયા હશે શ્રેય હોસ્પિટલે દોડી આવેલા લોકોમાંથી કોઈ પોતાના સ્વજનની સલામતીના સમાચાર લેવા તરસી રહ્યું હતું તો કોઈ ક્યારે મોં જોવા મળે તેની રાહમાં હતું કુવો ભરીને રડી પડ્યા

ahmedabad: 20 photos of tragedy of shrey hospital fire tragedy which is give pain you