પિતા કે કે સિંહે રિયા તથા શ્રુતિ મોદીને મેસેજ કર્યો હતો, કહ્યું હતું- દીકરા સાથે એક વાર વાત કરાવી દો, વ્હોટ્સએપ સ્ક્રીનશોટ સામે આવ્યા

પિતા કે કે સિંહે રિયા તથા શ્રુતિ મોદીને મેસેજ કર્યો હતો, કહ્યું હતું- દીકરા સાથે એક વાર વાત કરાવી દો, વ્હોટ્સએપ સ્ક્રીનશોટ સામે આવ્યાસુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હવે એક નવો જ ખુલાસો સામે આવ્યો છે. સુશાંતના પિતા કે કે સિંહના મતે, તેમણે રિયા ચક્રવર્તી તથા સુશાંતની મેનેજર શ્રુતિ મોદીને દીકરા સાથે વાત કરાવી આપતો એક મેસેજ કર્યો હતો. બંનેએ તેમને જવાબ આપ્યો નહોતો. કે કે સિંહે રિયાને 29 નવેમ્બર, 2019ના રોજ મેસેજ કર્યો હતો. કે કે સિંહે વ્હોટ્સએપ મેસેજનો સ્ક્રીનશોટ રિલીઝ કર્યો છે.

રિયાને કહ્યું હતું, ફોન કરીને મને માહિતી આપો કે કે સિંહે રિયાને મેસેજ કરીને કહ્યું હતું, જ્યારે તને ખબર પડી ગઈ છે કે હું સુશાંતનો પિતા છું તો વાત કેમ ના કરી. આખરે વાત શું છે? ફ્રેન્ડ બનીને તેની દેખરેખ, સારવાર કરી રહી છે તો મારી પણ ફરજ બને છે કે મને સુશાંતની બધી જ ખબર હોય. આથી જ ફોન કરીને મને પણ તમામ માહિતી આપો.

શ્રુતિ મોદીને શું કહ્યું હતું? 29 નવેમ્બર, 2019ના રોજ જ કે કે સિંહે શ્રુતિ મોદીને પણ મેસેજ કર્યો હતો. આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું, મને ખ્યાલ છે કે સુશાંતના તમામ કામકાજ તથા તેને પણ તું જ જુએ છે. તે હવે કઈ સ્થિતિમાં છે, તે અંગે વાત કરવા ઈચ્છું છું. સુશાંત સાથે વાત થઈ હતી તો તેણે કહ્યું હતું કે તે બહુ જ મુશ્કેલીમાં છે. હવે તું જરા વિચાર કે એક પિતા માટે આ કેટલી ચિંતાનો વિષય હશે. આથી જ તારી સાથે વાત કરવા ઈચ્છું છું. હવે તું પણ વાત નહીં કરે તો હું મુંબઈ આવવા ઈચ્છું છું. ફ્લાઈટની ટિકિટ મોકલાવો.

મર્ડર એન્ગલથી તપાસ થાય CBIની ટીમ સોમવાર (10 ઓગસ્ટ)ના રોજ હરિયાણાના ફરીદાબાદ ગઈ હતી. અહીંયા સુશાંતની બહેન પ્રિયંકા રહે છે. હાલ સુશાંતના પિતા તથા નાની બહેન મીતુ પણ અહીંયા છે. એડિશનલ SP અનિલ કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે બે કલાક સુધી પરિવારના સભ્યોના નિવેદન લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુશાંતની બહેને CBI ટીમને કેસની તપાસ મર્ડર એન્ગલથી થવી જોઈએ તેમ કહ્યું હતું.Father KK Singh texted Rhea and Shruti Modi, said- talk to son once, WhatsApp screenshots came up