પૂણેના આ યુવકે શોખ અંદાજે 5 તોલા સોનાનું માસ્ક બનાવડાવ્યું

પૂણેના આ યુવકે શોખ અંદાજે 5 તોલા સોનાનું માસ્ક બનાવડાવ્યું



વીડિયો ડેસ્કઃકોરોનાવાઇરસથી બચવા લોકો ફેસ માસ્ક ફરજિયાત પહેરી રહ્યા છે ત્યારે, મૂળ પુણેના શંકર કુરાડેએ સોનાનું માસ્ક બનાવડાવ્યું છે. આ માસ્ક અંદાજે 5 તોલાનું છે અને તેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે. સોનાના આ માસ્કમાં બારીક છીદ્ર રાખવામાં આવ્યા છે. જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના પડે. શંકર કુરાડેને સોનું પહેરવાનો ગજબનો શોખ છે. તેમના શરીર પર જ્યાં જુઓ ત્યાં સોનું જ સોનું જોવા મળે છે. મહત્ત્વનું છે કે, શંકર લગભગ 3 કિલોનું સોનું પહેરે છે. તેમના આ શોખને કારણે જ તેઓ અવારનવાર સમાચારમાં છવાયેલા રહે છે. હવે કોરોના સંકટમાં સોનાનું માસ્ક બનાવડાવીને શંકર કુરાડે ફરીવાર ચર્ચામાં આવ્યા છે.







This young man from Pune made a mask of approximately 5 tola gold as a hobby