કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો તેમની તબિયત સ્ટેબલ છે. જોકે, 3 દિવસ પહેલા CMની બેઠકમાં હાજર હતા. જેથી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 6756 થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 259 થઈ ગયો છે. ગત રોજ વધુ 142 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં 4061 પર પહોંચી ગઈ છે.
પરિવારની અલગ રહીને ઘરમાં જ સારવારવીડી ઝાલાવાડિયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ઘરે જ સારવાર શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા મુખ્યમંત્રીની બેઠકમાં પણ હાજર રહ્યા હતો. જોકે, ત્યારે કોઈ લક્ષણો ન હતા. ગઈ કાલે જ બપોર બાદ જ તબિયત થોડી નાદુરસ્ત લાગતા કામરેજ આરોગ્ય કેન્દ્રમાં રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો પરિવારની અલગ રહીને ઘરમાં જ સારવાર કરાવી રહ્યો છું. હાલ સ્થિતી સ્ટેબલ છે.તેમની પુત્રવધૂ અને પૌત્રીને પણ ગઈકાલે તાવ આવતા સેમ્પલો લેવાયા છે.
નવી સિવિલના 5 તબીબ સહિત વધુ 7 તબીબ સંક્રમિતનવી સિવિલ કેમ્પસ ખાતે રહેતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ 5 તબીબો સંક્રમિત થયા છે. સોમવારે પાંચેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોનમાં જ રહેતા અને નવસારી બજાર ખાતે ક્લિનિક ચલાવતા તબીબ પણ સંક્રમિત થયા છે. સાઉથ વેસ્ટ ઝોનમાં જ રહેતા અને સનસાઈન હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સોમવારે કુલ 7 તબીબો સંક્રમિત થતા શહેરમાં અત્યાર સુધીમાં 109 તબીબ સંક્રમિત થયા છે.
ભરત કેન્સર હોસ્પિટલના ટ્રસ્ટી પણ સંક્રમિત થયારવિવારે ભરત કેન્સર હોસ્પિટલના મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે ભરત કેન્સર હોસ્પિટલના ટ્રસ્ટી પણ સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો બાદ સોમવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
નવી સિવિલની 2 સહિત 3 નર્સ, 2 લેબ ટેક્નિશ્યન પણ સંક્રમિત થયાસિવિલ કેમ્પસ ખાતે રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક નર્સ, વરાછા વિસ્તારમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક નર્સ, સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને મીશન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ, સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને ગુરુનાનક હોસ્પિટલમાં ફરજ બજાવતા લેબ ટેક્નિશિયન, તેમજ મીશન હોસ્પિટલના લેબ ટેક્નિશિયન પણ સંક્રમિત થયા છે.
સચીનના વધુ એક પીએસઆઈ સંક્રમિતબે દિવસ પહેલા જ સચીનના પીએસઆઈ સંક્રમિત થયા બાદ સચીન પોલીસ મથકના વધુ એક પીએસઆઈ સંક્રમિત થયા છે. સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
શહેરમાં કોરોના સંક્રમણ વધતાં 104ની ટીમ દ્વારા દર્દીઓને ઘરે જઈને તપાસ સાથે સારવાર આપવામાં આવી રહી છે.
કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાની ફાઈલ તસવીર