મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 12,268 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 544 થયો છે. ગત રોજ શહેર જિલ્લામાંથી 187 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા રજા આપવામાં આવી હતી. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 8090 પર પહોંચી ગઈ છે.
સિવિલમાં અને સ્મીમેરમાં 627 દર્દી ગંભીર નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 539 કોરોના પોઝિટિવ દર્દી સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 454 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 14 વેન્ટિલેટર, 50 બાઈપેપ અને 390 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 208 કોરોના પોઝિટિવ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 173ની હાલત ગંભીર છે. જેમાં 12 વેન્ટિલેટર પર, 22 બાઈપેપ અને 139 દર્દી ઓક્સિજન પર છે.
પ્રતિકાત્મક તસવીર