પંજાબમાં લઠ્ઠો પીવાથી મૃતકોની સંખ્યા 86 થઈ, મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાયની જાહેરાત

પંજાબમાં લઠ્ઠો પીવાથી મૃતકોની સંખ્યા 86 થઈ, મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાયની જાહેરાતપંજાબમાં લઠ્ઠો પીવાથી મરનારની સંખ્યા વધીને 86ની થઈ ગઈ છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કડક કાર્યવાહી કરીને બે ડીએસપી અને 4 એસએચઓ સહિત 7 આબકારી અધિકારીને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

પંજાબ પોલીસે શનિવારે 100થી વધુ જગ્યાએ દરોડા પાડી 17 લોકોની ધરપકડ કરી છે. દરમિયાનમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ મુખ્યપ્રધાનના રાજીનામાની માંગણી કરી છે. પક્ષે કહ્યું છે કે મેજિસ્ટ્રેરિયલ તપાસથી કામ નહીં ચાલે. શિરોમણી અકાળીદળે પણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વર્તમાન જજ પાસે તપાસની માંગ કરી છે.મૃતકોના પરિવારજનોનું આંક્રંદ.