પોખરિયાલનું તમિળમાં ટ્વીટ - ‘કેન્દ્ર રાજ્યો પર કોઇ ભાષા થોપશે નહીં’, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે તમિલનાડુની ચિંતાનો જવાબ આપ્યો

પોખરિયાલનું તમિળમાં ટ્વીટ - ‘કેન્દ્ર રાજ્યો પર કોઇ ભાષા થોપશે નહીં’, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે તમિલનાડુની ચિંતાનો જવાબ આપ્યોકેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે નવી શિક્ષણ નીતિ દ્વારા કેન્દ્ર સરકાર એકેય રાજ્ય પર બહારની કોઇ ભાષા થોપશે નહીં. તેમણે તમિલનાડુના ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પોન રાધાકૃષ્ણનને તમિળમાં કરેલી ટ્વીટમાં આમ જણાવ્યું છે. રાજ્યમાં એમ. કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળના વિપક્ષ ડીએમકેએ નવી શિક્ષણ નીતિનો એમ કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા હિન્દી અને સંસ્કૃત થોપવાની તૈયારી છે. સ્ટાલિને શનિવારે કહેલું કે નવી શિક્ષણ નીતિ વાસ્તવમાં ચમકદાર શબ્દોની આડમાં મનુસ્મૃતિ થોપવાની તૈયારી છે.

બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત નાસ્તો પણ અપાશે નવી શિક્ષણ નીતિમાં સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત નાસ્તો આપવા અંગેનો પણ પ્રસ્તાવ છે. શિક્ષણ નીતિમાં જણાવાયું છે કે સવારે પૌષ્ટિક નાસ્તો બાળકોને જ્ઞાન સંબંધી અસામાન્ય મહેનતવાળા વિષયોના અભ્યાસમાં લાભદાયક સાબિત થઇ શકે છે.

નવી શિક્ષણ નીતિ ડિજિટલ ખાઇ ઊભી કરશે: કોંગ્રેસ કોંગ્રેસે કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ દેશમાં ડિજિટલ ખાઇ ઊભી કરશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પલ્લમ રાજૂ અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ નીતિમાં માનવ વિકાસ અને જ્ઞાનના વ્યાપના મૂળ ઉદ્દેશ ગાયબ છે. નીતિ ડિજિટલ ખાઇ ઊભી કરીને ગરીબો-વંચિતોને અલગ રાખવાને પ્રોત્સાહન આપશે.

પ.બંગાળના શિક્ષણ મંત્રીએ પશ્ચિમની નકલ ગણાવી નવી શિક્ષણ નીતિ અંગે પ.બંગાળમાંથી મિશ્ર પ્રતિક્રિયા સાંપડી રહી છે. IIT-ખડગપુરના ડાયરેક્ટર વીરેન્દ્ર કુમાર તિવારીએ કહ્યું કે તેમાં તમામ પ્રકારના શિક્ષણ પર ભાર મુકાયો છે, પ્રાદેશિક ભાષાઓ અને સંસ્કૃતને પણ મહત્ત્વ અપાયું છે.Pokhriyal tweets in Tamil - Center will not impose any language on states, responds to Tamil Nadu's concerns over national education policy