પાકિસ્તાને UNમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, જવાબ મળ્યો- ભારતની સાથે મળીને ઉકેલ લાવો

પાકિસ્તાને UNમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, જવાબ મળ્યો- ભારતની સાથે મળીને ઉકેલ લાવોપાકિસ્તાને ફરી એક વખત યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં કાશ્મીર મુદ્દો ઉતાવવાનો પ્રયાસ કર્યો છે. આ બાબતે સુરક્ષા પરિષદે કહ્યું, કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો પોતાનો મામલો છે. આ મામલે બંને દેશો સાથે મળીને ઉકેલ લાવે. સુરક્ષા પરીષદના પાંચ કાયમી સભ્ય દેશોમાંથી ચાર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયાએ ભારતનું સમર્થન કર્યું છે. ચીને પહેલાની જેમ જ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે.

યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ કહ્યું હતું કે, સિક્યોરિટી કાઉન્સિલની બેઠક કોઈ નિર્ણય વગર પૂર્ણ થઇ. તેનું રેકોર્ડ નથી કરવામાં આવ્યું. લગભગ તમામ દેશોએ માણ્યું કે કાશ્મીર એ ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. કાઉન્સિલે આ બાબતે ધ્યાન દેવાની જરૂર નથી.

Another attempt by Pakistan fails! In today’s meeting of UN Security Council which was closed, informal, not recorded and without any outcome, almost all countries underlined that J&K was bilateral issue & did not deserve time and attention of Council.

— PR UN Tirumurti (@ambtstirumurti) August 5, 2020

પાકિસ્તાને ત્રીજી વખત ઉઠાવ્યો કાશ્મીર મામલો

પાકિસ્તાને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યુએનમાં ત્રીજી વખત આ મામલો ઉઠાવ્યો છે. આ માટે તેણે પત્ર પણ લખ્યો હતો. યુએનના મોટા ભાગના રાજદૂતોએ કહ્યું કે, આર્ટિકલ 370ને દૂર કર્યાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. એટલા માટે પાકિસ્તાનની તરફથી આ મામલાને ઉઠાવવાનો પ્રયાસ થશે જ તે નક્કી જ હતું. આ માટે ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ચીને 'Any other business' (AOB) નિયમ દ્વારા આ બાબતે ચર્ચા કરવાની માંગ કરી હતી. આ ચર્ચામાં કોઈ પણ સભ્ય કોઈ પણ મુદ્દાને કાઉન્સિલ સમક્ષ ઉઠાવી શકે છે.

પાકિસ્તાનને મળ્યો ઇન્ડોનેશિયાનો સાથ

આ વખતે પાકિસ્તાન ને ચીન ઉપરાંત ઇન્ડોનેશિયાનો પણ સાથ મળ્યો છે. રોટેશનલ પોલિસી દ્વારા ઇન્ડોનેશિયાએ બેઠકની આગેવાની કરવાની હતી. તેને કાશ્મીર મામલે ચર્ચાની માંગમાં પાકિસ્તાનનું સમર્થન કર્યું હતુ. ત્યારબાદ, એવો રિપોર્ટ પણ આવ્યો કે ઇન્ડોનેશિયા પણ ભારતની સાથે છે. તેણે પણ કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મામલો ગણાવ્યો છે.કાશ્મીરના ડોડા જિલ્લામાં સેના તૈનાત. 5 ઓગસ્ટે અહીંયા કલમ 370 હટાવ્યાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું. ઘાટીમાં કડક સુરક્ષા બંદોબસ્ત તૈનાત.