પાકિસ્તાની આર્મી ચીફ LOC પર તહેનાત સૈનિકોને મળવા પહોંચ્યા, કહ્યું- દરેક પડકાર માટે તૈયાર રહેવું પડશે

પાકિસ્તાની આર્મી ચીફ LOC પર તહેનાત સૈનિકોને મળવા પહોંચ્યા, કહ્યું- દરેક પડકાર માટે તૈયાર રહેવું પડશેLOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ સાથે જ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ LOCની મુલાકાત કરી હતી. બાજવાની આ મુલાકાત પહેલાથી નક્કી ન હતી અને તેની માહિતી મીડિયાને પણ આપવામાં આવી નથી. બાજવાએ અહીંયા સૈનિકોનો જુસ્સો વધારતી વખતે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો છે.

દરેક પડકાર માટે તૈયાર રહો બાજવા સૌથી પહેલા ખુરૈટા સેક્ટર પહોંચ્યા હતા. અહીંયા પણ સ્થિતિની સમીક્ષા કરી. ત્યારપછી સૈનિકોની પણ મુલાકાત કરી. પછી પાકિસ્તાનના સેનાના મીડિયા વિંગ ડીજી ISPRએ આર્મી ચીફના આ મુલાકાતની માહિતી એક નિવેદન દ્વારા આપી હતી. નિવેદન પ્રમાણે, બાજવાએ સૈનિકોને દરેક પડકાર માટે તૈયાર રહેવા માટે કહ્યું હતું. તેમણે કાશ્મીરનો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓનું સમર્થન કરવાનું ચાલું રાખશે.

પાકિસ્તાન સામે ઘણા પડકાર બાજવાએ કહ્યું- દેશ માટે આ ઘણો કપરો સમય છે કારણ કે પડકાર એક સાથે સામે આવ્યા છે. ઘણી બહારની શક્તિ છે જે પાકિસ્તાનને નબળું કરવાનું કાવતરું કરી રહી છે. એટલા માટે સેનાની જવાબદારી વધી જશે. સેનાએ સરહદની રક્ષા તો કરવાની જ છે, સાથે દેશની અંદરની સ્થિતિ અંગે પણ નજર રાખવાની છે.પાકિસ્તાનના આર્મી ચીફ કમ જાવેદ બાજવા શનિવારે LOC પર તહેનાત સૈનિકોને મળવા માટે પહોંચ્યા