Translate to...

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું- ભારતના ડિપ્લોમેટ જાધવને મળ્યા વગર જ પરત ફર્યા, તેઓ કોન્સ્યુલર એક્સેસ ઈચ્છતા જ નહતા

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું- ભારતના ડિપ્લોમેટ જાધવને મળ્યા વગર જ પરત ફર્યા, તેઓ કોન્સ્યુલર એક્સેસ ઈચ્છતા જ નહતા
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ વિશે ત્યાંના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ નિવેદન જાહેર કર્યું છે. ભારતના ડિપ્લોમેટ અને તેમના વકીલ ગુરુવારે જાધવના કોન્સ્યુલર એક્સેસ અંતર્ગત તેને મળવા પહોંચ્યા હતા. કુરેશીનો દાવો છે કે, તેઓ જાધવનીમુલાકાત કર્યા પહેલાં જ પાછા ફર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે, ભારત આ મુદ્દામાં ખોટા ઈરાદાઓ સાથે ચાલી રહ્યું છે. કુરેશીના નિવેદન વિશે ભારતીય વિદેશ મંત્રાલયે અત્યાર સુધી કોઈ પ્રતીક્રિયા આપી નથી.

મુલાકાત જ નથી થઈજિયો ન્યૂઝ સાથેની વાતચીતમાં કુરેશીએ કહ્યું, ભારતના બે ડિપ્લોમેટ્સને અમે કોન્સ્યુલર એક્સેસ અંતર્ગત જાધવને મળવાની મંજૂરી આપી હતી. આ વિશે અમારી સહમતી પણ થઈ ગઈ હતી. પરંતુ ભારતના ઈરાદા સારા નથી, તેઓ કોન્સ્યુલર એક્સેસ ઈચ્છતા જ નથી.

તેમણે જાધવની વાત જ ન સાંભળીઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના આદેશોનું સતત ઉલ્લંઘન કરતા પાકિસ્તાને જાધવ પર એક ખોટો આરોપ લગાવ્યો છે. કુરેશીએ કહ્યું, અમે બીજી વાર કોન્સ્યુલર એક્સેસ આપ્યો છે. જાધવ સાથે મુલાકાતની મંજૂરી આપી હતી. જાધવ ભારતીય ડિપ્લોમેટ્સને બૂમો પાડતા રહ્યા પરંતુ તેઓ ત્યાંથી નીકળી ગયા. તેમણે કુલભૂષણને માત્ર એટલું જ કહ્યું કે, આ વાતચીત માટે સારું વાતાવરણ નથી.

પરંતુ હકીકત કઈક અલગ જઅમુક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાન કોન્સ્યુલર એક્સેસનો માત્ર દેખાડો કરે છે. જ્યારે ભારતીય રાજકીય ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કેમેરા પણ લગાવવામાં આવ્યા અને કાચ લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ICJના આદેશોથી ઉંધુ ત્યાં ઘણાં પાકિસ્તાની ઓફિસરો હાજર હતા. ભારતીય ઓફિસર જાધવ સાથે એકલામાં મુલાકાત કરવા માંગતા હતા. પરંતુ સ્થિતિ યોગ્ય નહતી. જોકે આ પહેલીવાર નથી કે, પાકિસ્તાને આ હરકત કરી છે. 2017માં જાધવની પત્ની અને તેની માતા તેને મળવા પહોંચ્યા હતા. ત્યારે પણ આવું જ કરવામાં આવ્યું હતું. તેમનું ત્યાં અપમાન પણ કરવામાં આવ્યું હતું.

જાધવ કેસ: એક નજરમાંપાકિસ્તાનનો દાવો છે કે, કુલભૂષણ ભારતીય ખાનગી એજન્સી રૉનો એક જાસુસ છે. ભારત તેને વેપારી ગણાવે છે. પાકિસ્તાન કહે છે કે, જાધવની 2016માં બલુચિસ્તાનથી ધરપકડ કરવામાં આવી છે. ભારત કહે છે કે, જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું છે. 2017માં પાકિસ્તાનની સેના કોર્ટે જાધવને ફાંસીની સજા આપી છે. ત્યારપછી ભારતે ICJની મદદ લીધી. ત્યાં સજાના અમલ પર સ્ટે લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાનને કોન્સ્યુલર એક્સેસ આપવાનું કહેવામાં આવ્યું છે.Pakistan's foreign minister says Indian diplomat returned without meeting Jadhav, he did not want consular access