Translate to...

પાઈલટે કહ્યું- ભાજપમાં નહીં જઉં, હાઈ કમાન્ડની નજરોમાં ગેહલોત મને નીચો પાડે છે,  ગેહલોતે કહ્યું- પાઈલટ ખુદ સરકાર પાડવામાં વ્યસ્ત હતા, 20 કરોડનો સોદો હતો

પાઈલટે કહ્યું- ભાજપમાં નહીં જઉં, હાઈ કમાન્ડની નજરોમાં ગેહલોત મને નીચો પાડે છે,  ગેહલોતે કહ્યું- પાઈલટ ખુદ સરકાર પાડવામાં વ્યસ્ત હતા, 20 કરોડનો સોદો હતો
રાજસ્થાનમાં 6 દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે સચિન પાઈલટના તેવર બુધવારે ઢીલા પડી ગયા. તેમણે અટકળો પર વિરામ લાવતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘રાજસ્થાનના અમુક નેતાઓ હું પક્ષપલટો કરવાનો છું’ તેવી અફવા ફેલાવી રહ્યા છે પણ હું સ્પષ્ટ કહી દઉં છું કે હું ભાજપમાં જોડાવાનો નથી. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, પાઈલટ ભાજપ સાથે મળીને સરકાર અસ્થિર કરવાનું કાવતરું કરતા હતા. રૂ. 20 કરોડની સોદાબાજીના પુરાવા પણ છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, હરિયાણા ભાજપની સરકારની મહેમાનનવાજી છોડીને પાઈલટ પોતાના ઘર જયપુર પરત ફર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જે પક્ષ છોડવા ઈચ્છે છે, તે જશે, નવા લોકોને તક મળશે. હાલમાં ગેહલોત સાથે 109, જ્યારે પાઈલટને 22 MLAનું સમર્થન છે.

પાઇલટે કહ્યું- સ્વાભિમાન પાછું જોઇએ છે

વિકાસકાર્ય ન કરવા દીધાં. અધિકારીઓને આદેશ માનતા રોક્યા. ફાઇલો મારી પાસે નહોતી મોકલાતી. વચનો પાળી ન શકીએ તેવા પદ પર રહેવાનો શું અર્થ? ભાજપના નેતાઓને નથી મળ્યો. જ્યોતિરાદિત્ય સિંધિયાને કે ઓમ માથુરને તો 6 મહિનાથી નથી મળ્યો. રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષનો હોદ્દો છોડ્યો ત્યારથી ગેહલોત અને તેમના સમર્થકો મને હાંસિયામાં ધકેલી રહ્યા હતા. પોલીસે મને એક નોટિસ પાઠવી, જેમાં રાજદ્રોહનો આરોપ હતો. મુખ્યમંત્રીપદ સહિત મારી કોઇ જ લાલસા નથી. મને ગેહલોત સામે રોષ નથી કે હું કોઇ પદ-પાવર પણ નથી ઇચ્છતો. હું તો પક્ષમાં ગુમાવેલું સ્વાભિમાન પરત ઇચ્છું છું.

ગેહલોતનો કટાક્ષ- આમણે ઘસાવું નથી પડ્યું

પાયાવિહોણો આક્ષેપ છે. મેં ક્યારેય કોઇ અધિકારીને આવા આદેશ નથી આપ્યા. સીએમની મંજૂરી વિના પાઇલટ ઘણોખરો સમય દિલ્હી, લંડન સહિતના સ્થળોએ રહે છે. સરકાર ઊથલાવવાની ડીલ પાઇલટ પોતે કરતા હતા. મારી પાસે પુરાવા છે. ભાજપ સાથે મળીને હોર્સ ટ્રેડિંગ કરાતું હતું. રાત્રે 2 વાગ્યે લોકોને રવાના કરાતા હતા. નવી પેઢીને અમે પ્રેમ કરીએ છીએ. કાલ તેમની છે. 40 વર્ષ જૂની લીડરશિપમાં ઘણું ઘસાયા છીએ. આ ઘસાયા નથી, મંત્રી બન્યા. જો ઘસાવું પડ્યું હોત તો વધુ સારું કામ કરત. સોનાની કાંટા ચમચી ખાવા માટે ન હોય. સારું અંગ્રેજી બોલવાથી અને સ્માર્ટ દેખાવાથી કંઇ નથી થતું. મનમાં શું છે, કમિટમેન્ટ શું છે એ બધું જ જોવાય છે.

હવે શું : 36 ધારાસભ્યો તૂટશે તો નવી પાર્ટી બનાવી ભાજપ સાથે સરકાર સંભવપાઇલટે બુધવારે તમામ પત્તાં ખોલ્યાં નહોતાં. તે અનેક વિકલ્પો ચકાસી રહ્યા છે. બુધવાર સુધીની સ્થિતિને જોતાં તેમની સામે આ ત્રણ વિકલ્પો દેખાઈ રહ્યા છે.

કોંગ્રેસમાં વાપસી: શક્યતા છે પણ ગેહલોતની આક્રમતાને જોતાં હાલ વાપસીના રસ્તા લગભગ બંધ છે. જો પાછા ફરશે તોપણ રાજસ્થાનમાં સક્રિય નહીં રહી શકે. ભાજપમાં એન્ટ્રી: આ વિકલ્પ ખુલ્લો છે. તે અને તેમના સાથી ધારાસભ્ય પણ સ્થાનિક સમીકરણને જોતાં સીધી રીતે ભાજપમાં જવાની ના પાડી રહ્યા છે. નવી પાર્ટી બનાવે: કોંગ્રેસના 107માંથી 36 MLAને તોડી પાઇલટ નવી પાર્ટી બનાવી શકે છે. ભાજપના સમર્થનથી CM બની શકે છે. તેની સંભાવના છે.

પાઇલટ સહિત 19 બળવાખોર ધારાસભ્યોને સ્પીકરની નોટિસસ્પીકર સી.પી.જોશીએ કોંગ્રેસની ફરિયાદ પર પાઈલટ સહિત 19 બળવાખોર ધારાસભ્યોને નોટિસ ઈશ્યૂ કરી શુક્રવાર સુધી જવાબ માગ્યો હતો.Pilot says: Don't go to BJP, Gehlot degrades me in the eyes of high command