પહેલીવાર દ્વારકાથી લઇને પુરી સુધી ભક્તો વિના જ મંદિરમાં જન્મોત્સવ યોજાશે, ઓનલાઇન કે ચેનલો દ્વારા દર્શન કરી શકાશે

પહેલીવાર દ્વારકાથી લઇને પુરી સુધી ભક્તો વિના જ મંદિરમાં જન્મોત્સવ યોજાશે, ઓનલાઇન કે ચેનલો દ્વારા દર્શન કરી શકાશે



11-12 ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. પંચાંગ ભેદના કારણે આ વખતે બે દિવસ સુધી જન્માષ્ટમી ઉજવવામાં આવશે. ઇતિહાસમાં આ પહેલો અવસર છે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ બધી જ જગ્યાએ મંદિરોમાં ભક્તો વિના જ ઉજવવામાં આવશે. મંદિરોમાં માત્ર પૂજારીઓની હાજરીમાં બધી પરંપરાઓ પૂર્ણ કરવામાં આવશે.

આ વખતે મંદિરોની જગ્યાએ ભક્ત ઓનલાઇન કે ચેનલો ઉપર લાઇવ પ્રસારણ દ્વારા ભગવાનનો જન્મોત્સવ જોઇ શકશે. મથુરામાં 3 દિવસ માટે મંદિરોમાં ભક્તોનો પ્રવેશ રોકવામાં આવ્યો છે. દ્વારકામાં ખાલી મંદિરમાં જ જન્માષ્ટમી ઉજવાશે.

દ્વારકાના જગત મંદિરના પૂજારી પ્રણવભાઈના જણાવ્યાં પ્રમાણે મંદિરમાં સંપૂર્ણ વિધાનથી જન્મોત્સવ ઉજવવામાં આવશે. શાસનની ગાઇડ લાઇન પ્રમાણે લોકોને મંદિરમાં પ્રવેશ મળી શકશે નહીં. દર વર્ષે અહીં જન્માષ્ટમીએ લગભગ બેથી અઢી લાખ લોકો હાજર રહે છે. લોકલ લોકોને મંદિરમાં પ્રવેશ આપવા અંગે વિચાર કરવો જોઇએ.

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ પ્રસિદ્ધ છે. દર વર્ષે અહીં 5 લાખથી વધારે લોકોની ભીડ જોવા મળે છે. બાંકે બિહારી મંદિરમાં ભક્તોની ભીડ બે દિવસ સુધી રહે છે. આ વર્ષે સંપૂર્ણ મથુરામાં ત્રણ દિવસ સુધી બહારના લોકોનો પ્રવેશ રોકવામાં આવ્યો છે. મંદિરમાં ભીડ ન થાય તેની સૂચનાઓ આપવામાં આવી છે. મથુરાની સીમાઓ ઉપર પણ સુરક્ષાબળ હાજર છે.

ચારધામમાંથી એક જગન્નાથ પુરીમાં 11 ઓગસ્ટના રોજ જન્મોત્સવ ઉજવવામાં આવશે. પં. શ્યામ મહાપાત્રાના જણાવ્યાં પ્રમાણે ઓરિસ્સામાં ભગવાન સૂર્યની સ્થિતિને જોઇને તહેવારોનો નિર્ણય લેવામાં આવે છે. અહીં 11 ઓગસ્ટના રોજ જન્મોત્સવ ઉજવાશે, 12 ઓગસ્ટના રોજ નંદોત્સવ ઉજવવામાં આવશે. મંદિરમાં હાલ બહારના લોકોનો પ્રવેશ વર્જિત છે. મંદિરના સ્ટાફ અને પૂજારીઓની હાજરીમાં જ ઉત્સવ ઉજવાશે.

ઇસ્કોન બેંગ્લોરના 15 મંદિરોમાં બે દિવસ ઓનલાઇન ઉત્સવઃ- ઇસ્કોન બેંગ્લોર પોતાના બધા જ 15 મંદિરોને એકસાથે ઓનલાઇન જોડીને શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. અમેરિકાના 3 મંદિર, રશિયા, યૂનાઇટેડ કિંગ્ડમ, મલેશિયા અને સિંગાપુર જેવા દેશના મંદિર આ વર્ષે યૂ-ટ્યૂબ અને ઓફિશિયલ વેબસાઇટ દ્વારા જોડાશે. સાથે જ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર પણ આ પ્રોગ્રામ બે દિવસ લાઇવ કરવામાં આવશે.

આ દરમિયાન આ બધા પ્લેટફોર્મ્સ લાઇવ ટીવી તરીકે કામ કરશે. ઇસ્કોન બેંગ્લોર સાથે 5 દેશના 15 કૃષ્ણ મંદિર બે દિવસ માટે કનેક્ટ રહેશે. બે દિવસ સુધી વિવિધ પ્રોગ્રામ થશે. ઇસ્કોનની યોજના કાર્યક્રમને પોતાના એક કરોડથી વધારે ભક્તો સુધી પહોંચાડવાની છે.

11 ઓગસ્ટના રોજ શૈવસ 12 ઓગસ્ટના રોજ વૈષ્ણવ મંદિરમાં ઉત્સવઃ- શૈવ પ્રમુખ શહેર જેમ કે, કાશી, ઉજ્જૈન, હરિદ્વાર વગેરેમાં 11 ઓગસ્ટના રોજ અને વૈષ્ણવ પ્રમુખ શહેર જેમ કે, દ્વારકા-મથુરા વગેરેમાં 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. દક્ષિણ ભારતના કૃષ્ણ મંદિરમાં પણ 12 ઓગસ્ટના રોજ ઉત્સવ ઉજવાશે. ઓરિસ્સામાં 11 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવાશે.







For the first time from Dwarka to Puri, Janmotsav will be held in the temple without devotees, can be viewed online or through channels.