Translate...

પશ્વિમ બંગાળના પૂર્વ મંત્રી શ્યામલ ચક્રવર્તીનું સંક્રમણથી મોત,સતત આઠમાં દિવસે 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ; અત્યાર સુધી 19.63 લાખ કેસ

પશ્વિમ બંગાળના પૂર્વ મંત્રી શ્યામલ ચક્રવર્તીનું સંક્રમણથી મોત,સતત આઠમાં દિવસે 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ; અત્યાર સુધી 19.63 લાખ કેસદેશમાં સંક્રમિતોનો આંકડો 19 લાખ 63 હજાર 239એ પહોંચી ગયો છે. 24 કલાકમાં 56 હજાર 626 નવા કેસ નોંધાયા છે. આ સતત આઠમો દિવસ છે જ્યારે 24 કલાકની અંદર 50 હજારથી વધુ કેસ આવ્યા છે. 29 જુલાઈથી સતત દેશમાં એક દિવસની અંદર 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. જો કે, રાહતના સમાચાર તો એ છે કે, સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે.

પશ્વિમ બંગાળના પૂર્વ પરિવહન મંત્રી શ્યામલ ચક્રવર્તીનું ગુરુવારે સંક્રમણના કારણે મોત થયું છે. ચક્રવર્તી 1982 થી 1996 સુધી પશ્વિમ બંગાળના પરિવહન મંત્રી તરીકે સેવા આપી ચુક્યા હતા. તે બે વખત રાજ્યસભા સાંસદ પણ રહી ચુક્યા હતા. તેમને 30 જુલાઈએ સંક્રમિત થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધી 13 લાખ 27 હજાર 200 લોકો સાજા થઈ ચુક્યા છે. 24 કલાકમાં રિકવરી રેટ 2%ના વધારા સાથે 67% પર પહોંચી ગયો છે. મૃત્યુદરમાં 1%નો ઘટાડો નોંધાયો છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મૃત્યુદર 2.10% જણાવ્યો હતો જે હવે 2.09% થઈ ગયો છે.

કોરોના અપડેટ્સ

હૈદરાબાદમાં એક આસિસટન્ટ સબ ઈન્સપેક્ટર યુસુફનું ગુરુવારે સંક્રમણના કારણે મોત થયું છે.તે કુકટપલ્લીના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. યુસુફ હૈદરાબાદના બાચૂપલ્લી પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. ગત મહિને રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ઓરિસ્સામાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ 1699 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ગુરુવારે સંક્રમિતોની સંખ્યા વધીને 40 હજારને પાર પહોંચી ગઈ છે. સાથે જ 10 મોત સાથે મૃતકોનો આંકડો 235એ પહોંચી ગયો છે. રાજ્યમાં ગંજમ જિલ્લામાં ત્રણ સુંદરગઢમાં બે અને ભદ્રક,કંધમાલ, નબરંગપુર, નયાગઢ અને ક્યોંઝર જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે એક-એક દર્દીનું મોત થયું છે.કાશ્મીરના શોપિયાં જિલ્લામાં વાચ્ચીના નાયબ મામલતદારનું સંક્રમણથી મોત થયું છે. તેઓ સંક્રમિત મળ્યા પછીથી શ્રીનગરના એસકે ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ થયા હતા. અધિકારીઓએ ગુરુવારે આ અંગેની માહિતી આપી હતી.કર્ણાટકમાં ICMRની પહેલી મોબાઈલ કોવિડ ટેસ્ટિંગ લેબનો શુભારંભ થયો હતો. રાજ્યના સ્વાસ્થ્ય શિક્ષણ મંત્રી ડો.કે સુધારકરે તેનું ઉદ્ધાટન કર્યું હતું. આનાથી દરરોજ 400 RTPCR ટેસ્ટ કરવામાં આવશે.આ ટેસ્ટનું પરિણામ ચાર કલાકમાં મળી જાય છે. દિલ્હીમાં ગુરુવારે 1076 નવા કેસ નોંધાયા અને 890 લોકો સાજા થયા. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1 લાખ 40 હજાર 232 થઈ ગયો છે. જેમાંથી 10 હજાર 772 હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું કે, હાલ જિમ અને યોગા સેન્ટર્સ ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 652 નવા કેસ નોંધાયા અને 17 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 35,734 થઈ ગઈ છે. જેમાં 26,064 લોકો સાજા થઈ ચુક્યા છે જ્યારે 929 દર્દીઓના મોત થયા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1166 કેસ નોંધાયા છે. જેમાં જોધપુરમાં 192, જયપુરમાં 141, અલવરમાં 112, કોટામાં 105, અજમેરમાં 64, ઝાલાવાડમાં 65, પાલીમાં 55, ધૌલપુરમાં 54, બીકાનેરમાં 54, જાલૌરમાં 49, ઉદેયપુરમાં 39, નાગૌરમાં 37, બાડમેરમાં 36, રાજસમંદમાં 32, સવાઈ માધોપુરમાં 26, સીકરમાં 21, ડૂંગરપુરમાં 19 કેસ સામે આવ્યા હતા. ત્યારપછી કુલ સંક્રમિતોનો આંકડો 47,703એ પહોંચી ગયો છે. સાથે જ 13 લોકોના મોત પણ થયા છે.

બિહારઃ બિહારમાં છેલ્લા 24 કલાકમાં 51924 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે એક દિવસમાં 50 હજારથી વધુ શંકાસ્પદોના સેમ્પલ લેવાયા હોય. તપાસમાં કોરોનાના 2701 નવા દર્દી મળ્યા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 64,732 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 10,309 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દર્દીઓની સંખ્યા વધીને 4,68,265 થઈ ગઈ છે. સંક્રમણથી 334 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 16,476 લોકોના મોત થયા છે. બુધવારે 6,165 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 3,05,521 લોકો સાજા થઈ ચુક્યા છે. 1,45,961 લોકોની હાલ સારવાર ચાલી રહી છે.મહારાષ્ટ્રની કરાડ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા પછી તેમના ઘરે જઈ રહેલા દર્દીઓ

જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં બુધવારે મહામારી સાથે જોડાયેલા પ્રતિબંધો છતા બહાર નીકળતા વ્યક્તિની પુછપરછ કરી રહેલ કર્મચારી