Translate to...

પર્યાપ્ત ઊંઘ ન લેવાથી ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે, વિટામિન-D અને C મહત્ત્વપૂર્ણ; જાણો કેવી રીતે તમે તમારી ઈમ્યુનિટીને વધારી શકો છો

પર્યાપ્ત ઊંઘ ન લેવાથી ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે, વિટામિન-D અને C મહત્ત્વપૂર્ણ; જાણો કેવી રીતે તમે તમારી ઈમ્યુનિટીને વધારી શકો છોઈમ્યુનિટી એટલે શરીરમાં બીમારીની સામે લડવાની ક્ષમતા. કોરોનાના સમયમાં આ શબ્દ દેશ અને દુનિયામાં સૌથી વધારે ચર્ચામાં રહ્યો છે. તેની પાછળ એક મોટું કારણ છે, કેમ કે, નબળી ઈમ્યુનિટીવાળા લોકો કોરોનાની ઝપેટમાં જલ્દી આવી રહ્યા છે. તે ઉપરાંત તેમને મૃત્યુનું પણ જોખમ છે. આવી સ્થિતિમાં શરીરની ઈમ્યુનિટી વધારવા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો કે, ઈમ્યુનિટી થોડા દિવસ અથવા સપ્તાહમાં નથી વધતી. તેના માટે તમારે જીવનશૈલીમાં અને ખાવા-પીવામાં ઘણા ફેરફાર કરવા પડશે.

બાળકો, વૃદ્ધો અને ડાયાબિટીસ, હૃદયની બીમારીના દર્દીઓની ઈમ્યુનિ સિસ્ટમ વધારે નબળી હોય છે. જાણો કઈ ખાવા-પીવાની વસ્તુઓ અને એક્ટિવિટીઝ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે.

દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ જરૂરી છે, તડકામાં બેસવું, મોર્નિંગ વોક કરો

દિલ્હીની મેક્સ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને ઓર્થોપેડિક ડોક્ટર અખિલેશ યાદવના જણાવ્યા પ્રમાણે, ઈમ્યુનિટી વધારવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે. સવારે સૌથી પહેલાં મોર્નિંગ વોક અથવા યોગા કરો. ત્યારબાદ નાસ્તો કરવો. તડકામાં થોડીવાર બેસવું, આ દરમિયાન તમારા હાથ-પગ ખુલ્લા હોવા જોઈએ.

ડોક્ટર અખિલેશના જણાવ્યા પ્રમાણે, પૂરતી ઊંઘ લેવી જરૂરી છે, તેનાથી પણ ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. સૌથી જરૂરી છે કે સવારે વહેલા ઉઠવું. વહેલા ઉઠવાનો અર્થ છે કે ગરમીમાં સવારે 5થી 6 વાગ્યાની વચ્ચે અને શિયાળામાં 6થી 7 વાગ્યાની વચ્ચે ઉઠવું. વહેલા ઉઠવાનો એ અર્થ નથી કે પૂરતી ઊંઘ ન લેવી.દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાની ઊંઘ જરૂરી છે. ઓછી ઊંઘથી શરીરમાં કાર્ટિસોલ નામના હોર્મોનનું લેવલ વધી જાય છે. આ હોર્મોન ન માત્ર તણાવ વધારે છે, પરંતુ આપણી ઈમ્યુનિટી સિસ્ટમને પણ નબળી કરે છે.

બે મંત્ર- રેસ્પિરેટરી એટિકેટ્સ, પર્સનલ હાઈજીનઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડન્ટ ડો. રાજન શર્માના જણાવ્યા પ્રમાણે, કોવિડ એક ડ્રોપ્લેટ્સથી થતી બીમારી છે. એટલા માટે સ્વચ્છતા જરૂરી છે. તેના માટે બે મંત્ર છે-રેસ્પિરેટરી એટિકેટ્સ અને પર્સનલ હાઈજીન. રેસ્પિરેટરી એટિકેટ્સનો અર્થ છે કે છીંક આવે, ઉધરસ આવે ત્યારે મોં ઢાંકી રાખવું, માસ્ક જરૂરથી પહેરવો. હાઈજીનો અર્થ છે કે, પોતાને સ્વસ્થ રાખવાની રીત.

વિટામિન Dથી પણ ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છેમુંબઈની સ્વસ્થ હોસ્પિટલના ડોક્ટર માધવી ઠોકેના જણાવ્યા પ્રમાણે, સૂર્યના પ્રકાશથી મળતા વિટામિન-D કોરોનાની સામે લડવામાં મદદગાર છે, કેમ કે તે, T-સેલનું નિર્માણ કરવામાં મદદરૂપ છે. આ T-સેલ ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે, જે કોરોવાવાઈરસની સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયરનું કામ કરે છે.

હુંફાળા પાણીથી પણ ઈમ્યુનિટી વધે છેઆયુર્વેદ ચિકિત્સક અને લેખક ડોક્ટર અબરાર મુલ્તાનીના જણાવ્યા મુજબ, બ્રેકફાસ્ટ અને હુંફાળું પાણી પણ ઈમ્યુનિટી વધારવા માટે અસરકારક છે. તેનાથી પાચનશક્તિ અને મેટાબોલિઝ્મ સારું રહે છે. તે ઉપરાંત ફેફસાં તથા ગળું પણ સ્વસ્થ રહે છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મેટાબોલિઝ્મ મહત્ત્વપૂર્ણ છે. આપણા મેટાબોલિઝ્મ જેટલા સારા હશે, આપણી-રોગ પ્રતિકારક ક્ષમતા પણ એટલી જ સારી રહેશે.

આયુષ મંત્રાલયની સલાહ- યોગ-પ્રાણાયામ કરીને ઈમ્યુનિટી વધારવીઈમ્યુનિટી વધારવા માટે ભારત સરકારે આયુષ મંત્રાલયની કેટલીક ટિપ્સ શેર કરી છે. તેના અનુસાર, નિયમિતપણે યોગ, પ્રાણાયામ કરવા. વધારે તેલ અને મસાલાવાળું ખાવાનું ટાળવું.

રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે- વિટામિન Dથી વધે છે ઈમ્યુનિટી

કેટલાક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સારી ઈમ્યુનિટી માટે વિટામિન D જરૂરી છે. બ્રિટનની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલના પીટર ક્રિશ્ચિચના નેતૃત્વ હેઠળ 20 યુરોપિયન દેશોમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, કોરોનાથી જે લોકોના મૃત્યુ થયા છે, તેમના બ્લડમાં વિટામિન Dની માત્રા ઓછી હતી.લુસિયાના અને ટેક્સસના સંશોધકોએ એક હોસ્પિટલમાં દાખલ કોરોનાના 19 દર્દીઓ પર રિસર્ચ કર્યું, તેમાં જાણવા મળ્યું કે, તેમાંથી 11 લોકોને વિટામિન Dની ઊણપ હતી.ઈન્ડોનેશિયામાં 780 કોરોના પોઝિટિવ દર્દીના હેલ્થ ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે, તેમાંથી જે દર્દીઓનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું તે તમામ લોકોમાં વિટામનિ Dની માત્રા સામાન્ય કરતા ઘણી ઓછી હતી.

getting enough sleep weakens immunity, Vitamin-D and C are important; Learn how you can boost your immunity