Translate to...

પરિણામો જાહેર થવાના વાઈરલ ન્યૂઝને CBSEએ ફેક ગણાવ્યા, કહ્યું-અમે કોઈ તારીખોનું એલાન કર્યું નથી

પરિણામો જાહેર થવાના વાઈરલ ન્યૂઝને CBSEએ ફેક ગણાવ્યા, કહ્યું-અમે કોઈ તારીખોનું એલાન કર્યું નથી




CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ ગુરુવારે 12મા અને 10મા ધોરણનાં પરિણામોની તારીખોના અહેવાલનું ખંડન કર્યું છે. ન્યૂઝ એજન્સી ANIએ CBSEના 12મા ધોરણનું પરિણામ 11 જુલાઈએ અને 10મા ધોરણનું પરિણામ 13 જુલાઈએ જાહેર થશે તેવો અહેવાલ CBSEની એક પ્રેસ રિલીઝના માધ્યમથી પ્રકાશિત કર્યો હતો, પરંતુ તેની20 જ મિનિટ બાદ અહેવાલ ખોટો હોવાનું જણાવ્યું હતું.

CBSEના PRO રમા શર્માએ બોર્ડના પરિણામોની તારીખ વિશે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમારા તરફથી પરીક્ષાના પરિણામો જાહેર કરવાની તારીખ વિશે કોઈ એલાન કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓએ હાલ માત્ર ઓફિશિયલ સોર્સ અર્થાત આધિકારિક માધ્યમથી જ મળનારાન્યૂઝ પર વિશ્વાસ રાખવો જોઈએ.

બોર્ડે ફેક ન્યૂઝ અલર્ટ જાહેર કર્યુંCBSE તરફથી સચિવ અનુરાગ ત્રિપાઠીએ ગુરુવારે સાંજે 4:50 વાગ્યે ટ્વીટ કરીને વાઈરલ થઈ રહેલી પ્રેસ રિલીઝને ફેક ગણાવતાં કહ્યું છે કે, બોર્ડ તરફથી હજુ પરિણામોની તારીખોનું કોઈ એલાન કરવામાં આવ્યું નથી. પરિણામોની રાહ જોઈ રહેલા લોકોએ CBSEની ઓફિશિયલ વેબસાઈટ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા કરવામાં આવતી ઘોષણાઓની રાહ જોવી જોઈએ.

CBSEએ ફેક ન્યૂઝ અલર્ટ જાહેર કર્યું

વાઈરલ થઈ રહેલી પ્રેસ રિલીઝને ANIએ પરત ખેંચીસાંજે 4:10 વાગ્યે જાહેર કરાયેલી પ્રેસ રિલીઝને ANIએ ખોટી ગણાવી અને ભૂલ બદલ અફસોસ વ્યક્ત કરી પરત ખેંચી છે.

Story retracted, this release is incorrect. Error regretted. pic.twitter.com/QnwoSsRj2i

— ANI (@ANI) July 9, 2020

સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચવા પર પરીક્ષાઓ રદ્દ થઈ હતીબોર્ડ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 12મા ધોરણમાં પાસ થયા બાદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવા માટેની પ્રવેશ પ્રક્રિયા માટે એક સમય સીમા હતી. આ લિમિટની અંદર પરિણામ જાહેર કરવામાં આવતું હતું. બોર્ડે 27જૂને સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાઓ 1થી 15 જુલાઈ વચ્ચે યોજાવાની હતી. સુપ્રીમ કોર્ટમાં બોર્ડ તરફથી સરકારે જણાવ્યું હતું કે, હવે 12મા ધોરણના વિદ્યાર્થીઓનું અસેસમેન્ટ તેમણે આપેલી અગાઉની 3 પરીક્ષાને આધારે નક્કી કરવામાં આવશે.

JEE અને NEET એન્ટ્રન્સપરીક્ષાઓ પહેલાં પરિણામશિક્ષણ મંત્રાલયે બોર્ડની પરીક્ષાઓ રદ્દ થયા બાદ જુલાઈમાં યોજાનાર JEE અને NEETની એન્ટ્રન્સ પરીક્ષાઓ પણ પાછી ઠેલી છે. હવે આ તમામ પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં યોજાશે. JEE મેઈનનું આયોજન 18 જુલાઈથી 23 જુલાઈ સુધી અને NEET 2020નું આયોજન 26 જુલાઈએ થવાનું હતું, પરંતુ હવે તમામ પરીક્ષાનું આયોજન 1થી 27 સપ્ટેમ્બર દરમિયાન થશે.

એન્ટ્રન્સપરીક્ષાના તારીખોમાં થયેલા ફેરફાર

પરીક્ષા અગાઉની તારીખ નવી તારીખ JEE મેઈન 18થી 23 જુલાઈ 1થી 5સપ્ટેમ્બર JEE એડવાન્સ 23 ઓગસ્ટ 27 સપ્ટેમ્બર NEET 26 જુલાઈ 13 સપ્ટેમ્બર





Release about CBSE 12th & 10th board results retracted by News Agency ANI, saying it's incorrect