Translate to...

પરિણિતાની આપવીતીઃ મારો પતિ પોતે મિત્રોની પત્ની સાથે ઐયાશી કરી શકે એ માટે મને હાથો બનાવતો હતો

પરિણિતાની આપવીતીઃ મારો પતિ પોતે મિત્રોની પત્ની સાથે ઐયાશી કરી શકે એ માટે મને હાથો બનાવતો હતો




શહેરના પોશ વિસ્તાર એવા સેટેલાઇટમાં રહેતી અને ટ્રાવેલ એજન્સી ધરાવતી પરિણીતાએ પતિ અને તેના સાસરિયાઓ સામે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે મારો પતિ પોતે મિત્રોની પત્ની સાથે ઐયાશી કરી શકે એ માટે મને હાથો બનાવતો હતો. પતિ તેના મિત્રો સાથે ફ્લર્ટિંગ કરવા, ફોન પર વાત કરવા અને ખરાબ કૃત્ય કહેતો હતો. ઉપરાંત પતિ અને સાસરિયાઓએ તેમની હકીકત છુપાવી અને દહેજ લાલચુ હતા. લગ્નમાં પરિણીતાના માતા-પિતાએ 40 તોલા જેટલું સોનું આપ્યું અને વધુ પૈસાની માગ કરતા હતા.

ટ્રાવેલ એજન્સી ઘરાવતી મહિલાના લગ્ન 2002માં થયા હતા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી અને ઇસ્કોન વિસ્તારમાં ટ્રાવેલ એજન્સી ધરાવતી મહિલાના લગ્ન વર્ષ 2002માં જોધપુરમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ ખૂબ સારી રીતે આ યુવતીને રાખતા હતા. પરંતુ એક મહિના બાદ આ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સાસરિયા 100 તોલા સોનું કેમ ન આપ્યું કહી મેણાં મારતા યુવતીના આક્ષેપ છે કે, તેના સાસરિયાઓએ ચાલીસ તોલા સોનું ઓછું લાવી છે 'તારા ઘરમાં તો એકની એક દીકરી હોવા છતાં તને તારા માતા-પિતાએ 100 તોલા સોનું આપ્યું નથી આમ કહી મેણા મારીને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પરંતુ આ જે યુવક છે તેના પરિવારજનોએ તમામ લોકો મિલમાલિકો હોવાનું જણાવી પોતે ખૂબ જ પૈસાદાર છે અને તેમનો એક દીકરો અને એક દીકરી અમેરિકા ખાતે રહે છે જેથી 7 પેઢી સુધી તમામ લોકો આ રૂપિયાથી ખાઈને જીવી શકે એવો વિશ્વાસ આપ્યો હતો.

લગ્ન કરવા MBAની ડિગ્રી હોવાનું કહી પતિએ છેતરપિંડી કરી લગ્નના ચારેક વર્ષ બાદ તેને જાણવા મળ્યું હતું કે, તેના પતિની પાસેમાસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી નથી. આ બાબતે તેણે તેના પતિને પૂછ્યું તો તેણે એવું કહ્યું હતું કે, તારે શું મતલબ છે, હું તારું કમાઉ છું તે ઘણું છે. આ યુવકે લગ્ન સમયે MBAની ડિગ્રી છે તેવું જણાવી ભરોસો આપી અને યુવતી સાથે લગ્ન કર્યા હતા. પોતાની પાસે મિલો છે અને MBAની ડિગ્રી કે આવી લોભામણી વાતો કરી અને લગ્ન કરતાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો એહસાસ થયો હતો

ઘરના માહોલમાં સેટ થવા અને દારૂ પાર્ટી થતી રહેશે તેમ સાસુએ કહ્યું પતિ અવારનવાર દારૂ પીને ઘરે આવતો હતો અને ઝઘડા કરતો હતો. આ બાબતે મહિલાએ તેના સાસુ-સસરાને ફરિયાદ કરતાં તેણે કહ્યું કે, આ ઘરમાં માત્ર તારો પતિ જ નહીં તારા સસરા પણ દારૂ પીવે છે અને તારે આ માહોલમાં સેટ થવું પડશે, આ ઘરમાં દારૂની પાર્ટીઓ પણ થશે.

જૂનવાણી અને ગામડાની કહીને પત્નીને ઉતારી પડાતી ક્લબમાં કે હોટલમાં જાય ત્યારે પત્નીને જૂનવાણી અને ગામડાની કહીને ઉતારી પાડતા હતા. મહિલાનો પતિ તેના મિત્રો સાથે ખરાબ કામ, ફોન પર વાત કરવાનું અને ફ્લર્ટિંગ કરવાનું પણ દબાણ કરતો હતો. જેથી તેની અન્ય સ્ત્રી મિત્ર કે મિત્રની પત્ની સાથે ફલર્ટ કરતા તકલીફમાં આવે તો તેનો ઉપયોગ કરી શકે.

પરિણીતાની કમાણીના 6 લાખ પડાવી લઈ ઘરમાં કાઢી મૂકી યુવતીના વ્યવસાયમાંથી તેના પતિએ પાંચથી છ લાખ રૂપિયાની ટિકિટો તથા એર ટિકિટ તથા હોટલ બુકિંગના પૈસા તેના પતિએ લઈ લીધા હતા અને બાદમાં ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી કંટાળી અને આ યુવતીએ તેના નણંદ, સાસુ, સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે







If husband has difficulty flirting with his friend's wife or girlfriend, he ask his wife to flirt with friends in ahmedabad