Translate to...

પરમાણુ હુમલો કરવામાં સક્ષમ ફાઈટર: 12 પાયલટોને ટ્રેન્ડ કર્યા; ચીન સીમાથી 200 કિમી દૂર અમ્બાલામાં તહેનાત થશે

પરમાણુ હુમલો કરવામાં સક્ષમ ફાઈટર: 12 પાયલટોને ટ્રેન્ડ કર્યા; ચીન સીમાથી 200 કિમી દૂર અમ્બાલામાં તહેનાત થશે




ચીન સાથે ચાલી રહેલા તણાવ દરમિયાન પરમાણુ હુમલો કરવામાં સક્ષમ રાફેલ વિમાન ટૂંક સમયમાં જ ભારત પહોંચી જશે. ફ્રાન્સના મેરિનેક એરબેઝથી 5 રાફેલ ફાઈટર વિમાનનો પહેલો જથ્થો. આ જથ્થો બુધવારે 29 જુલાઈએ ભારત પહોંચશે.

ફ્રાન્સથી મળતાં પાંચ રાફેલને અમ્બાલામાં તહેનાત કરવામાં આવશે. તેમાં ગ્લાસ કોકપિટ છે. તેની સાથે જ એક કોમ્પ્યુટર સિસ્ટમ પણ છે. જે પાયલટને કમાન્ડ અને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. રાફેલ લડાકુ વિમાનોની રવાનગી દરમિયાન ભારતીય રાજદૂત જાવેદ અશરફ પણ મેરિનેક એરબેઝ પર હાજર રહ્યા હતા. આ દરમિયાન પાયલટને પણ મળ્યા હતા. તેમણે રાફેલ ઉડાવનાર પહેલાં ભારતીય પાયલટને શુભેચ્છા પાઠવી હતી. રાફેલ ફાઈટર જેટને વધુ પાવરફુલ બનાવવામાં આવી રહ્યું છે. વાયુસેના તેમાં હેમર મિસાઈલનો પણ ઉમેરો કરી રહી છે. તેના માટે ઈમરજન્સી ઓર્ડર આપવામાં આવ્યા છે. રાફેલની રડાર સિસ્ટમ 100 કિમીના વિસ્તાર પણ ટાર્ગેટને ડિટેક્ટ કરી શકે છે. રાફેલમાં આધુનિક હથિયારો પણ છે. તેમાં 125 રાઉન્ડની સાથે 30MM કેનન છે. રાફેલ DH(ટૂ-સીટર) અને રાફેલ EH (સિંગલ સીટર), બંને ટ્વિન એન્જિન, ડેલ્ટા-વિંગ, સેમી સ્ટીલ્થ કેપિબિલિટીની સાથે ચોથી જનરેશનનું ફાઈટર છે. તેનાથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે. રાફેલ વિમાન એર ટૂ એર રિફ્યુલિંગ કરી શકે છે. પાયલટોને આરામ આપવા માટે આ વિમાન માત્ર યુએઈમાં રોકાવાનું છે. તેમાં મલ્ટી રોલ ફાઈટર જેટ્સ સામેલ થવાથી ભારતીય વાયુસેનાની તાકાત ઘણી વધી જાય છે.





રાફેલ વિમાનની રવાનગી પહેલાં કોકપિટમાં બેઠેલા ભારતીય રાજદૂત જાવેદ અશરફ. તેમણે ફ્રાન્ચ એરફોર્સ અને રાફેલ બનાવતી કંપની ધસોલ્ટ એવિયેશનનો પણ આભાર માન્યો