પતિ મહેશ ભટ્ટ પર નેપોટિઝ્મનો આક્ષેપ થતાં સોની રાઝદાન નારાજ તો પૂજા ભટ્ટે કહ્યું, હું આવા મુદ્દા પર માત્ર હસી શકું છું

પતિ મહેશ ભટ્ટ પર નેપોટિઝ્મનો આક્ષેપ થતાં સોની રાઝદાન નારાજ તો પૂજા ભટ્ટે કહ્યું, હું આવા મુદ્દા પર માત્ર હસી શકું છુંસુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ બોલિવૂડમાં નેપોટિઝ્મને લઈ ઘણી જ ચર્ચાઓ તથા દલીલો થઈ રહી છે. અનેક સેલેબ્સ નેપોટિઝ્મને કારણે ટ્રોલ પણ થઈ રહ્યાં છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક યુઝરે મહેશ ભટ્ટને નેપોટિઝ્મના વાહક બતાવીને વિરોધ કર્યો હતો. આ વાતથી મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાન ગુસ્સે થઈ ગઈ હતી અને પતિનો બચાવ કરતાં યુઝરને કહ્યું હતું કે પહેલાં હોમવર્ક વ્યવસ્થિત કરીને આવ. તો બીજી બાજુ મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું હતું કે તે નેપોટિઝ્મના મુદ્દે માત્ર હસી શકે છે.

યુઝરે નેપોટિઝ્મને અસલી મુદ્દો કહ્યોસોનીએ અપૂર્વ અસરાની તથા મનોજ વાજપેઈની ટ્વીટ પર જવાબ આપ્યો હતો. આ ટ્વીટ પર યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું, અસલી મુદ્દો નેપોટિઝ્મ છે અને તમારા તથાકથિત પતિ તેના ધ્વજવાહક છે. આ જ કારણે તમારી દીકરીના ગોડફાધર પણ છે.

You’re so ill informed. My husband has given more breaks to new comers than any one else in this industry. There was a whole long period of time where he refused to work with stars. Then he was accused of not working with stars ! Do ur homework and then talk please.

— Soni Razdan (@Soni_Razdan) July 7, 2020

સોનીએ જવાબ આપ્યોયુઝરની ટ્વીટ વાંચ્યા બાદ સોની રાઝદાને કહ્યું હતું, તમારી પાસે પૂરતી માહિતી નથી. આ ઈન્ડસ્ટ્રીમાં મારા પતિની તુલનામાં કોઈએ ન્યૂ કમર્સને આટલી તક આપી નથી. લાંબા સમય સુધી મારા પતિએ સ્ટાર્સ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારે એમ કહેવાતું કે તે સ્ટાર્સ સાથે કામ કરવા માગતા નથી. તો મહેરબાની કરીને પહેલાં તમારું હોમવર્ક ઠીક કરો અને પછી વાત કરો.

અપૂર્વ-મનોજની ટ્વીટ પર સોનીનો રિપ્લાયસોનીએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું, અપૂર્વ આ બધામાં સૌથી વધુ મને જે બાબત હેરાન કરે છે તે એ છે કે હતાશા તથા માનસિક બીમારી જેવા વાસ્તિવક મુદ્દાઓ હવે ગુસ્સા તથા આક્રોશમાં ખોવાઈ ગયા છે. મુદ્દો એ છે કે વ્યક્તિ કોઈ પણ કારણ વગર ડિપ્રેશનમાં જતી રહી છે. સફળ વ્યક્તિ હોય તો પણ આવે છે અને પછી પૈસાદાર વ્યક્તિને પણ આવે છે.

@Apurvasrani What’s really bothering me in all this is the fact that the real issue - depression and mental illness - is now obfuscated by sound and fury. The point being that depression does not need a reason to engulf a person. It comes unbidden to the successful, the rich...

— Soni Razdan (@Soni_Razdan) July 6, 2020

મહેશ ભટ્ટની દીકરીએ પણ નેપોટિઝ્મ પર વાત કરીમહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટે પણ નેપોટિઝ્મને લઈ ટ્વીટ કરી હતી. તેણે કહ્યું હતું, મને છેલ્લાં કેટલાંય સમયથી નેપોટિઝ્મને લઈ વાત કરવાનું કહેવામાં આવે છે. જોકે, હું જે પરિવારમાંથી આવું છું, તે પરિવારે આ ઈન્ડસ્ટ્રીને સૌથી વધારે નવા એક્ટર્સ, સંગીતકારો, ટેક્નિશિયન્સ આપ્યા છે. હું આ મુદ્દે માત્ર હસી શકું છું. સાચી વાત કોઈને મળતી નથી અને બધા કલ્પના કરે છે.

અન્ય એક ટ્વીટમાં પૂજાએ કેહ્યું હતું, એક સમય હતો કે ભટ્ટ કેમ્પ સ્ટાર્સ સાથે કામ કરતું નહોતું અને તેના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે માત્ર નવા કલાકારો સાથે કામ કરે છે. આ એ જ લોકો નેપોટિઝ્મની વાત કરી રહ્યાં છે? ગૂગલ કરો અને પછી ટ્વીટ કરો. આવું વિચારો પણ નહીં અને બોલો પણ નહીં.

પૂજાએ એક ટ્વીટમાં કંગના રનૌતના નામનો ઉલ્લેખ કરીને કહ્યું હતું, કંગના રનૌતમાં બહુ જ ટેલેન્ટ છે. વિશેષ ફિલ્મ્સે ‘ગેંગસ્ટર’થી કંગનાને લોન્ચ કરી હતી. અનુરાગ બાસુએ તેનામાં ટેલેન્ટ જોઈ હતી પરંતુ વિશેષ ફિલ્મ્સે તેની ફિલ્મમાં નાણા રોક્યા હતાં. આ નાની વાત નથી. તે તેના પ્રયાસોમાં સફળ રહે તેવી શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે કંગનાની ડેબ્યૂ ફિલ્મ ‘ગેંગસ્ટર’ને વિશેષ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી હતી.

પૂજાએ પોતાની આગામી ફિલ્મ ‘સડક 2’ને લઈ વાત કરી હતી. આ ફિલ્મને મહેશ ભટ્ટે ડિરેક્ટ કરી છે. પૂજાએ ટ્વીટ કરી હતી, ‘સડક 2’માં બ્રાન્ડ ન્યૂ ટેલેન્ટ સુનીલ જીતને તક આપવામાં આવી છે. સુનીલ ચંદીગઢમાં મ્યૂઝિક ટીચર તરીકે કામ કરે છે. તે કોઈ પણ જાતની એપોઈન્ટમેન્ટ વગર ઓફિસ આવી ગયા હતાં. તેમનું ગીત‘ઈશ્ક કમાલ’ ફિલ્મમાં લેવામાં આવ્યું છે.

પૂજાએ ઉમેર્યું હતું, ‘તો આ નેપોટિઝ્મ શબ્દથી અન્ય કોઈને અપમાનિત કરવાનો પ્રયાસ કરજો. અમે નવા કલાકારો આપ્યા છે અને આ વાત બધાને ખ્યાલ છે અને જો તેઓ ભૂલી ગયા હોય તો તે તેમના માટે દુઃખદાયી છે, અમારા માટે નહીં.’

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહે 14 જૂનના રોજ પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. ત્યારબાદથી સોશિયલ મીડિયામાં નેપોટિઝ્મને લઈ ચર્ચાઓ થઈ રહી છે અને સ્ટારકિડ્સને કારણે આઉટસાઈડર્સને તક મળતી નથી, તેવા આક્ષેપો કરવામાં આવી રહી છે.Soni Razdan is upset when her husband Mahesh Bhatt is accused of nepotism, Pooja Bhatt said , she can only laugh at such an issue.