પટના SPને બળજબરી ક્વૉરન્ટીન કરવા પર કંગના રનૌત ભડકી, પૂછ્યું- આ શું ગુંડા રાજ છે? PM ઓફિસને દરમિયાનગીરી કરવા અપીલ કરી

પટના SPને બળજબરી ક્વૉરન્ટીન કરવા પર કંગના રનૌત ભડકી, પૂછ્યું- આ શું ગુંડા રાજ છે? PM ઓફિસને દરમિયાનગીરી કરવા અપીલ કરી



સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં તપાસ માટે મુંબઈ આવેલા પટના SP વિનય તિવારીને BMCએ ગોરેગાંવ સ્થિત એક ગેસ્ટ હાઉસમાં ક્વૉરન્ટીન કર્યા છે. આ મામલે એક્ટ્રેસ કંગના રનૌતે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. તેણે પૂછ્યું કે આ શું ગુંડારાજ છે? સાથે જ તેણે પ્રધાનમંત્રી કાર્યાલયને પણ આ મામલામાં દખલ કરવા માટે અપીલ કરી છે.

‘... તો શું હવે આઉટસાઈડર મુંબઈમાં સુરક્ષિત નહીં રહી શકે’ કંગના રનૌતની ટીમે ટ્વિટર પર લખ્યું કે, ‘આ શું છે? ગુંડા રાજ? અમે PMO ઈન્ડિયાથી કહેવા માગીએ છીએ કે જો આપણે સુશાંતને મારનારા લોકોને નથી શોધી શકતા તો મુંબઈમાં કોઈ પણ આઉટસાઈડર સુરક્ષિત નહીં રહી શકે. ક્રિમિનલ્સને વધારે વેગ મળશે. મહેરબાની કરીને આ મામલામાં દખલ કરો અને કેસ તમારા હાથમાં લો.’

What is this ? Gunda raaj? We want to tell @PMOIndia if we don’t find the culprits who killed SSR, no outsider will ever be safe in Mumbai, criminals are getting more and more empowered, please intervene and take over this case