Translate to...

પટના SPને જબરદસ્તી ક્વોરન્ટીન કર્યા બાદ બિહાર સરકાર DGI લેવલના અધિકારીઓને મુંબઈ મોકલી શકે છે

પટના SPને જબરદસ્તી ક્વોરન્ટીન કર્યા બાદ બિહાર સરકાર DGI લેવલના અધિકારીઓને મુંબઈ મોકલી શકે છેસુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં બિહાર અને મુંબઈ પોલીસની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. પટનાના SP વિનય તિવારીને બળજબરીપૂર્વક ક્વોરન્ટીન કર્યા બાદ હવે બિહાર સરકાર DGI કક્ષાના અધિકારીઓને મુંબઈ મોકલવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, DGI મનુ મહારાજ, ATS DGI વિકાસ વૈભવ અને STF DGI વિનય કુમારના નામની ચર્ચા થઈ રહી છે. જો બધું બરાબર રહ્યું તો આ ત્રણેય સુપર કોપ મુંબઈ જઈને સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના રહસ્યનો ઉકેલ લાવશે.

આ વખતે માર્ગ દ્વારા અધિકારીઓને મોકલવામાં આવશે પટના SP વિનય તિવારી ફ્લાઈટથી મુંબઈ પહોંચ્યા હતા અને BMCએ તેમને કોરોનાના નિયમો કહીને 15 ઓગસ્ટ સુધી ક્વોરન્ટાઈન કરી દીધા. તેથી આ વખતે માર્ગ દ્વારા અધિકારીઓને મોકલવાની તૈયારી છે. સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે, પસંદગીના અધિકારીઓ સલામતીના નિયમોને અનુસરીને મુંબઈ જવા રવાના થશે.

વિનય તિવારીને ક્વોરન્ટીન કરવાથી નારાજગી વ્યક્ત કરી વિનય તિવારીને બળજબરીપૂર્વક ક્વોરન્ટીન કરવામાં આવ્યા બાદ બિહાર પોલીસે નારાજગી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, તિવારીએ મુંબઈ પહોંચતા પહેલા ત્યાંની પોલીસને સત્તાવાર રીતે જાણ કરી હતી. તેમ છતાં તેમને કોરોનાના નિયમો હોવાનું કહીને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા, એવું લાગે છે કે મુંબઈ પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

તપાસને પ્રભાવિત કરવાનો આરોપ બિહાર પોલીસનો આરોપ છે કે મુંબઈ પોલીસ વિનય તિવારીને જબરદસ્તી ક્વોરન્ટીન કરી દીધા અને તેમની અને BMCની નજર SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) પર છે, જે અત્યારે મુંબઈમાં જ અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે. BMCની ટીમ તપાસને પ્રભાવિત કરવા માટે SITને શોધી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોમવારે આખો દિવસ પટનાથી આવેલી SITની તપાસ કરવામાં આવી. મુંબઈ પોલીસની મદદથી હોટેલોમાં પણ તપાસ કરવામાં આવી હતી.

પટના IGએ BMCને પત્ર લખ્યો અહીં, પટનાના IG સંજય સિંહે BMCના કમિશનર ઈકબાલ ચહલને પત્ર લખીને SP વિનય તિવારીને મુક્ત કરવાની અપીલ કરી છે. તેમણે કોરોનાના નિયમ હોવાનું જણાવ્યું. સંજય સિંહે પત્રમાં લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર તપાસમાં રોકાયેલા અધિકારીઓને ડ્યુટી કરવાથી રોકી શકાતા નથી.

25 જુલાઇથી અત્યાર સુધી સુશાંત કેસમાં શું થયું?

25 જુલાઈએ સુશાંતના પિતા કે. કે સિંહે રિયા ચક્રવર્તીની વિરુદ્ધ તેમના દીકરા સાથે છેતરપિંડી અને આત્મહત્યા માટે ઉકસાવા માટે ગુનો દાખલ કર્યો હતો. એ આરોપ પણ લાગાવવામાં આવ્યો હતો કે રિયા અને તેના નજીકના લોકોના ખાતામાં સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 28 જુલાઈએ પટના પોલીસના ચાર અધિકારીઓની SIT મુંબઈ પહોંચી અને કેસની તપાસ શરૂ કરી દીધી. તે જ રાત્રે રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર ઘરેથી ગાયબ થઈ ગયો છે. તેમણે સુપ્રીમ કોર્ટને કેસ પટનાથી મુંબઇ ટ્રાન્સફર કરવાની અરજી કરી છે. 29 જૂને પટના પોલીસે રિયા અને તેમના પરિવારની તપાસ કરી. પરંતુ તેઓ મળ્યા નહીં. આ દરમિયાન સુશાંતની બહેન મીતૂ, કૂક નીરજ, મિત્ર સિદ્ધાર્થ પીઠાણી, ફિ્લ્મમેકર રૂમી જાફરી સહિત 10થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી31 જુલાઈએ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર (ED)એ રિયાની સામે મની લોન્ડ્રિંગનો કેસ ફાઈલ કર્યો અને તપાસ શરૂ કરી31 જુલાઈએ રિયા ચક્રવર્તીની પહેલી પ્રતિક્રિયા સામે આવી હતી. તેણે સોશિયલ મીડિયા પર 20 સેકન્ડનો વીડિયો શેર કર્યો, જેમાં તે રડતા રડતા હાથ જોડીને કહી રહી હતી કે, "મને ભગવાન અને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. ભલે ઈલેક્ટ્રોનિક મીડિયામાં મારા વિશે ખરાબ વાતો કરવામાં આવી રહી હોય, પરંતુ હું હજી પણ મારા વકીલની સલાહ મુજબ કોઈપણ કમેન્ટ કરવાનું ટાળીશ. કેમ કે, કેસ કોર્ટમાં છે. સત્યમેવ જયતે. સત્યની જીત થશે 1 ઓગસ્ટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પહેલી પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું કે, તેઓ આ કેસને બિહાર vS મહારાષ્ટ્ર નહીં બનદા દે. તે ઉપરાંત એમ પણ કહ્યું હતું કે, જો કોઈની પાસે કેસ સંબંધિત પુરાવા હોય તો તેમને આપે. જેથી તેઓ ગુનેગારોને સજા આપી શકે.2 ઓગસ્ટે પટનાના SP વિનય તિવારી તપાસ માટે ફ્લાઈટથી મુંબઈ પહોંચ્યા. પરંતુ રાત્રે 11 વાગ્યે BMCની ટીમે તેમને જબરદસ્તીથી ક્વોરન્ટીન કરી દીધા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.3 ઓગસ્ટે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સુશાંતના ખાતામાંથી રિયાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થવાના કોઈ પુરાવા નથી મળ્યા. તેમણે એમ પણ કહ્યું હતું કે સુશાંત આત્મહત્યા પહેલાં પીડા વિના મૃત્યુ જેવી બાબતો સર્ચ કરી હતી3 ઓગસ્ટે રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેના જણાવ્યા પ્રમાણે, અભિનેત્રી ગાયબ થઈ નથી, પરંતુ પોલીસને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. તે ઉપરાંત એમ પણ કહ્યું હતું કે, બિહાર પોલીસને આ કેસની તપાસ કરવાનો અધિકાર નથી. તેથી રિયાએ સુપ્રિમ કોર્ટમાં કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી.

Bihar government may send DGI level officials to Mumbai after forcibly quarantining Patna SP