Translate to...

પટનાથી મુંબઈ તપાસ માટે આવેલા IPS અધિકારી વિનય તિવારીને BMCએ ક્વોરન્ટીન કર્યા, નીતીશે કહ્યું, ‘આ યોગ્ય નથી’

પટનાથી મુંબઈ તપાસ માટે આવેલા IPS અધિકારી વિનય તિવારીને BMCએ ક્વોરન્ટીન કર્યા, નીતીશે કહ્યું, ‘આ યોગ્ય નથી’




સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ઘીમે-ધીમે નવા ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે. આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે ખેચતાણ પણ દેખાઈ રહી છે. તપાસમાં રવિવારે મુંબઈ પહોંચેલા પટનાનાં SP વિનય કુમાર તિવારીને BMCએ ક્વોરન્ટીન કર્યા છે. તેમના હાથમાં ક્વોરન્ટીનો સિક્કો લાગ્યા પછી નેક્સ્ટ આદેશ સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે, તેઓ તપાસ માટે કોઈને મળી નહિ શકે.

#WATCH Bihar DGP will speak with the authorities there. Whatever happened with him (Binay Tiwari) is not right. It is not political. Bihar Police is carrying out its duty:CM Nitish Kumar on Patna Superintendent of Police Binay Tiwari quarantined in #Mumbai#SushantSinghRajputCase pic.twitter.com/o65IpI8EyF

— ANI (@ANI) August 3, 2020

IPS officer Binay Tiwari reached Mumbai today from patna on official duty to lead the police team there but he has been forcibly quarantined by BMC officials at 11pm today.He was not provided accommodation in the IPSMess despite request and was staying in a guest house in Goregaw pic.twitter.com/JUPFRpqiGE

— IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 2, 2020

બિહાર પોલીસે આરોપ મૂક્યો કે, તેમને જબરદસ્તી ક્વોરન્ટીન કર્યા છે બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ ટ્વીટ કર્યું કે, IPS અધિકારી વિનય તિવારી આજે પોલીસ ટીમનું નેતૃત્વ કરવા માટે પટનાથી મુંબઈ આવ્યા પરંતુ રાતે 11 વાગ્યે BMCએ તેમને જબરદસ્તીક્વોરન્ટીન કર્યા છે. અમારા કહેવા છતાં તેમની IPS મેસમાં રહેવાની વ્યવસ્થા કરી નથી અને હાલ તેમને ગોરેગાવનાં ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે.

બિહાર પોલીસ રિયા ચક્રવર્તીની શોધમાં છે આની પહેલાં DGP ગુપ્તેશ્વર પાંડેએ એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, રિયા ચક્રવર્તી ત્રણ-ચાર દિવસોથી ગાયબ છે અને તેનો ફોન પણ બંધ છે. અને ઈચ્છીએ છીએ કે રિયા સામે આવે અને તપાસમાં અમારો સાથ આપે. અમારે કેટલાક પ્રશ્નો કરવા છે.

વધુમાં તેમણે કહ્યું કે, ઈમોશનલ વીડિયો નાખવાથી કશું થતું નથી, જો તમે સાચા છો તો પોલીસ સામે આવીને વાત કરો અને સત્યમાં સાથ આપો. સુશાંતના કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

મુંબઈ પોલીસ અને બિહાર પોલીસનું કોર્ડીનેશન રવિવારે મુંબઈ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન IPS વિનય તિવારીએ કહ્યું હતું કે, મુંબઈ પોલીસ અને બિહાર પોલીસનું કોર્ડીનેશન છે. એવું નથી કે અમારે કોઈ કોર્ડીનેશન થતું નથી. એક અઠવાડિયાંથી અમારી ટીમ અહિ કામ કરી રહી છે કારણ કે તપાસ એક પ્રોસેસ છે અને તેનો નેક્સ્ટ સ્ટેપ સુપરવિઝન હોય છે. આ માટે સિનિયર ઓફિસરે હાજર રહેવું પડે છે અને તેને લીધે જ હું મુંબઈ આવ્યો છું.







IPS Vinay Tiwari, Who Arrived In Mumbai For Investigation, Was Quarantined By BMC, Bihar DGP Accused Of Coercion