પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)ના મુઝફ્ફરાબાદમાં ચીનનો વિરોધ વધી રહ્યો છે. અહીં લોકોએ સોમવારે નીલમ અને ઝેલમ નદી ઉપર ગેરકાયદેસર રીતે હાઈડ્રોપાવર પ્લાન્ટ બનાવવાના વિરોધમાં રેલી કાઢી હતી. લોકોએ પાકિસ્તાન અને ચીન સામે સૂત્રોચાર કર્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે ડેમ બનાવવાથી પર્યાવરણ ઉપર ખરાબ અસર થશે. આ મુદ્દાને વિશ્વ સામે લાવવા માટે ટ્વીટર ઉપર #SaveRiversSaveAJK કેમ્પેઈન શરુ કરાઈ છે.
આ પાવર પ્લાન્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર (CPIC) અંતર્ગત બનાવાય રહ્યો છે. તેને ચીનની થ્રી ગોર્જસ કોર્પોરેશન કંપનીની સબ્સિડિયરી કોહાલા હાઈડ્રોપાવર કંપની લિમિટેડ તૈયાર કરી રહી છે.
લોકોએ કહ્યું- તે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવના વિરોધમાંસ્થાનિક લોકોનું કહેવું છે કે આ ક્ષેત્ર વિવાદિત છે, તો પછી અહીં ચીન-પાકિસ્તાન કયા કાયદા મુજબ ડેમ બનાવી રહી છે. તેના વિરોધમાં કોહાલા પ્રોજેક્ટ સુધી રેલી કાઢવામાં આવશે. પ્લાન્ટ માટે નદીઓ ઉપર કબજો કરાઈ રહ્યો છે. તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવનું ઉલ્લંઘન છે.
પ્લાન્ટ બનાવવાનો અંદાજીત ખર્ચ 18 હજાર કરોડચીન-પાકિસ્તાન વચ્ચે આ પ્રોજેક્ટ માટે આ વર્ષે કરાર થયો છે. આ પાવર પ્લાન્ટથી 1124 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાશે. પ્લાન્ટનો અંદાજીત ખર્ચ 18 હજાર કરોડ છે. પ્રોજેક્ટ અંતર્ગત 20 કિમી લાંબી નહેર બનાવાશે, જે મુઝફ્ફરાબાદથી પસાર થશે. ડિસેમ્બર 2018માં પણ મુઝફ્ફરાબાદના લોકોએ નહેરની ડિઝાઈનને લઈને વિરોધ કર્યો હતો.
Chinese company builds dam on Neelam and Jhelum rivers, people in Muzaffarabad protest