ભારતીય મૂળના નાગરિકોએ શુક્રવારે રાત્રે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં ચીન વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. ખાસ વાત એ છે કે, તેમાં તાઈવાન અને તિબેટિયન મૂળના નાગરિક સામેલ થયા છે. આ દરેકે ચીન વિરોધી બેનર અને પોસ્ટર લઈને પ્રદર્શન કર્યા હતા. તે સાથે જ બોયકોટ ચીનના નારા લગાવ્યા હતા.15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ 43 ઓફિસરોના મોત થયા છે. જોકે ચીને હજી આ વાત સ્વીકારી નથી.
સંક્રમણનો ડર પણ નહીંઆ લોકોમાં એટલોગુસ્સો હતો કેતેમને સંક્રમણ સંબંધી ચેતવણી આપ્યા છતા ચીન વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. જોકે છેલ્લા અમુક દિવસોથી અમેરિકાના અન્ય શહેરોમાં પણ ચીન વિરોધી પ્રદર્શન જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકોના હાથમાં ભારત, તાઈવાન અને તિબેટના ઝંડા જોવા મળ્યા હતા. અહીં અમુક લોકોએ ચીનની પ્રોડ્ક્ટસનો બોયકોટ પણ શરૂ કરી દીધો છે.
ચીનના વેપારને નુકસાન પહોંચાડવું જરૂરીટાઈમ્સ સ્ક્વેર પર થયેલા પ્રદર્શનમાં સામેલ થયેલા ઘણાં લોકોએ કહ્યું, ચીનમાં બનેલી ચીજ વસ્તુઓને બોયકોટ કરવું જરૂરી. તે લોકોના મત પ્રમાણે, ચીનને ટક્કર આપવી હશે તો તેને આપવામાં આવતા આર્થિક ફાયદાઓમાં ઘટાડો કરવો પડશે. ભારતીયોના સંગઠન અમેરિકન ઈન્ડિયા પબ્લિક અફેર્સ કમિટીના પ્રેસિડન્ટ જગદીશ શેવાણીએ કહ્યું- ચીને ભારતીય સૈનિકો પર હુમલો કરીને તેમનો અસલી ચહેરો દેખાડી દીધો છે. તેઓ માત્ર ભારતને જ નહીં, પરંતુ ઘણાં દેશોને પરેશાન કરી રહ્યા છે.
ચીનમાં મુસ્લિમ પણ પરેશાનજગદીશે કહ્યું કે- ચીન પોતાના દેશના નાગરિકો માટે પણ મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. ત્યાંના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોના અધિકાર છીનવવામાં આવી રહ્યા છે. પ્રદર્શનમાં સામેલ તિબેટિયન નાગરિકોનું કહેવું છે કે, ચીનના કારણે તેમની સંસ્કૃતિ સામે જોખમ ઉભુ થયું છે. હજારો લોકોને જેલમાં રાખવામાં આવે છે. તિબેટીયન નેતા દોર્જી તેસ્તેને કહ્યું- અમે ભારત અને અમેરિકાને અપીલ કરીએ છીએ કે તેઓ ચીનને ટક્કર આપે. ચીન પર સમયસર કાબુ મેળવવો જરૂરી છે.
Boycott China| Boycott China demonstration at Times Square US organized by Indian American community.